RBIએ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, "RTGS સિસ્ટમની ઉપલબ્ધતા વધારવા માટે RTGSની કામગીરી માટે સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રાહકો અને બેંકો માટે સવારે 7 વાગ્યાથી શરૂ થશે."
આ નિયમ 26 ઑગસ્ટથી લાગુ થશે. આ મહિનાની શરૂઆતમાં RBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આ વર્ષના ડિસેમ્બરથી એનઇએફટી (NEFT) દ્વારા 24 કલાક નાણા ટ્રાન્સફરની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં, NEFT બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં ગ્રાહકો માટે સવારે 8 થી સાંજે 7 સુધી ઉપલબ્ધ છે. NEFT હેઠળ, 2 લાખ રૂપિયા સુધી નાણા મોકલી શકાય છે. ત્યારે 2 લાખ કરતા વધુ રકમ મોકલવા માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે.