મુંબઇ: ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં ભવિષ્યમાં વધારે ઘટાડો થવાના સંકેત આપતા ગુરૂવારે કહ્યું કે, કોવિડ-19 મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે ઉપાયોને જલ્દી હટાવવામાં આવશે નહીં. RBIએ છ ઓગસ્ટે જાહેર કરેલા નીતિગત સમીક્ષામાં રેપો રેટમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. કેન્દ્રીય બેન્ક આના પહેલા છેલ્લી બે બેઠકોમાં નીતિગત દરમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂક્યુ છે. હાલ રેપો રેટ ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા દર 4.25 ટકા છે.
ભારતીય રિઝર્વ બેંકના વ્યાજ દરમાં ઘટાડાના સંકેત આપતા શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોના મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે કરવામાં આવેલા ઉપાયોને ટૂંક સમયમાં હટાવી લેવામાં આવશે. ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું માનવું છે કે, મોનિટરી પોલિસીમાં હજુ આગળ વધારે પગલા ભરવાની જરૂર છે, પણ હાલ તે પોતાના શસ્ત્રોને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે બચાવી રાખવાના પક્ષમાં છે. તેઓએ કહ્યું કે, આર્થિક વૃદ્ધિ માટે તેનો યોગ્ય સમય આવવા પર ઉપયોગ કરવો જોઈએ.
રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી સમિતિની હાલની બેઠકમાં આ વાત સામે આવી છે. આ મહિનાની શરૂઆતમાં થયેલ બેઠકની કાર્યવાહી ગુરુવારે જાહેર કરવામાં આવી છે. RBIએ 6 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા રેપો રેટમાં કોઇ ફેરફાર નહોતો કર્યો. કેન્દ્રીય બેંક આ આગાઉ બે બેઠકોમાં રેપો રેટમાં 1.15 ટકા જેટલો ઘટાડો કરી ચુક્યો છે. હાલ રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપોરેટ 3.35 ટકા અને MCF રેટ 4.25 ટકા છે. શક્તિકાંતે જણાવ્યું કે, મહામારી ખત્મ થતા એક મજબૂત માર્ગ અપનાવવા માટે સાવધાનીઓ રાખવી પડશે.
દાસે કહ્યું કે, ધીમે ધીમે અર્થવ્યવસ્થા ખુલી રહી છે અને આપૂર્તિમાં આવતી અડચણો ઓછી થઈ રહી છે અને પરિસ્થિતિ સ્થિર થવા જઈ રહી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, આગામી 6 મહિનામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો રેશિયો ઘટવાની સંભાવના છે અને વિત્ત વર્ષ 2020-21 માટે વૃદ્ધિ નકારાત્મક રહેવાનું અનુમાન છે. ખાદ્ય અને ઈંધણને છોડીને ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં આર્થિક વૃદ્ધિમાં તેજીથી ઘટાડો આવવાની સ્થિતિમાં દબાણ બનવું એક ગંભીર ચિંતાનો વિષય છે.
દાસે કહ્યું કે, કોરોના મહામારીના પ્રકોપ અને અન્ય પાસાઓ પર એક વખત સ્પષ્ટતા થયા બાદ RBI મુદ્રાસ્ફુર્તિ અને આર્થિક વૃદ્ધિ પર પોતાના વિચાર આપશે. શક્તિકાંત કહ્યું કે, બેંક ક્ષેત્ર એક મજબૂત સ્થિતિ પર છે અને સાર્વજનિક ક્ષેત્રના બેંકોનો એકીકરણ એ યોગ્ય દિશામાં એક પગલું છે. દાસે વધુમાં કહ્યું કે, બેંકોને આકાર જરૂરી છે, જો કે કાર્યક્ષમતા વધુ મહત્વ ધરાવે છે. દાસે આ અંગે વધુ જણાવતા કહ્યું કે, તે સ્પષ્ટ છે કે એ બેન્કો તણાવનો સામનો કરશે, પરંતુ વધુ મહત્ત્વની બાબત એ છે કે, બેન્કો પડકારો પર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને તેનો સામનો કેવી કરે છે."