RILએ ગયા ઓગસ્ટમાં સાઉદી અરેબિયન કંપનીને 20 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ કરાર 15 અબજ ડૉલરમાં થયો હોવાનું જણાવાયું છે.
કંપનીના ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાત કર્યા પછી RILના ચીફ ફાઇનાન્સ અધિકારી વી શ્રીકાંતે જણાવ્યું હતું કે, "આ કરાર 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. જેમાં લેવડ-દેવડ એક દેશથી બીજા દેશ સુધી વિસ્તરેલો છે અને તે ખૂબ જટિલ છે. તેથી, સમય મર્યાદા વિશે વ્યવહારિક થવું પડશે."
તેમણે કહ્યું હતું કે કરારને પૂરો કરવા તરફ પ્રગતિ સારી છે અને બંને ટીમો તેના પર કામ કરી રહી છે.