સવારના ટ્રેડિંગ સેશનમાં બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 9,01,490.09 કરોડ પર પહોંચ્યું હતું.
કંપનીના ત્રિમાસિક પરિણામની જાહેરાત પહેલાં તેનો શેર 2.28 ટકા વધીને 1,428 રુપિયા પર પહોંચ્યો હતો.
આ પહેલા ઓગસ્ટ 2018 માં, રિલાયન્સે આઠ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશન સ્તરને સ્પર્શીને દેશની પ્રથમ કંપનીનો રેકોર્ડ બનાવ્યો હતો.
જાન્યુઆરીથી હાલ સુધી શેર્સમાં 26%નો આવ્યો ઉછાળો આવ્યો છે. કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન, શેર બજારોમાં તેના શેરોની કિંમત અને તેના પર દરરોજ બદલાવ પર આધારિત છે.