નવી દિલ્હી: શ્યાઓમીની માલિકીની રેડમીએ મંગળવારે ભારતમાં વાયરલેસ ઇયરફોન ઇરબડ્સ એસને 1,799 રૂપિયામાં લોન્ચ કર્યા છે. રેડમી ઇયરબડ્સ એસનું વેચાણ 27મેથી શરૂ થશે અને તે એમેઝોન ઇન્ડિયા, એમ.આઈ.કોમ, મી હોમ સ્ટોર્સ અને એમઆઈ સ્ટુડિયો આઉટલેટ્સ દ્વારા મળી શકશે.
કંપનીનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં તમામ રિટેલ આઉટલેટ્સમાં પણ મળશે.

શ્યાઓમી ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતું કે, કોમ્પેક્ટ ડિઝાઇન અને આઈપીએક્સ 4 રેટિંગ જેવી સુવિધાઓ રેડમી ઇયરબડ્સ એસની વર્સેટિલિટીમાં વધારો કરે છે, જેનો ઉપયોગ વિવિધ દૃશ્યોમાં થઈ શકે છે. અમને આશા છે કે, રેડમી ઇયરબડ્સ એસ અમારા ગ્રાહકોને એક શાનદાર ઓડિઓ અનુભવ મળશે. ડિવાઇસમાં ગેમ રમતી વખતે ઓડિઓ લેગને ઘટાડવા માટે સમર્પિત ગેમિંગ મોડ (લો-લેટન્સી મોડ)ની સુવિધા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, એસ ચાર્જિંગ કેસ સાથે ઇયરબડ્સ 12 કલાક સુધી ચલાવવામાં સક્ષમ છે. આ સિવાય તેમાં આસપાસ થઇ રહેલા અવાજને ઘટાડવાનો (ઇએનસી) એક શાનદાર ફીચર પણ આપવામાં આવ્યું છે.