સ્માર્ટ ફોન કંપની રિયલમીએ કહ્યું કે, ભારતમાં પાંચમી જનરેશનનું નેટવર્ક સુવિધા શરૂ થતાં પહેલા જ તે 5G ઉપકરણ પર કાર્ય પૂર્ણ કરી લેશે.
ભારતમાં રિયલમીના સીઈઓ માધવ શેઠે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, 5G ફોન બજારમાં આવવાનો સમય હાલ સ્પષ્ટ નથી. ભારત સરકારની 5Gને 2020 સુધી સ્થાપવાની યોજના છે. ઓપરેટર માટે આવતા મહિનાથી ત્રણ મહિના સુધી ટ્રાયલ પણ રાખવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, ભારતમાં ઉપલ્બ્ધ તમામ ઉચ્ચ ઓપરેટર રિલાયન્સ જીયો, ભારતીય એરટેલ, વોડાફોન અને આઈડિયા આ 5G ટ્રાયલ માટે તૈયાર છે.
તેમણે કંપનીના વેચાણ મુદ્દે જણાવ્યું કે, રિયલમી-3 તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થયો છે અને તેણે માર્ચ મહિનામાં સૌથી વધુ 1.70 લાખ ફોનનું ઓનલાઈન વેચાણ કર્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, તેમની કંપનીનું લક્ષ્ય 2019 પૂર્ણ થયા પહેલા ઓછામાં ઓછા 1.5 કરોડ મોબાઈલ વેચવાનું છે. હાલ કંપનીનું માર્કેટ શેર 7 ટકા છે.