ETV Bharat / business

RBI ટૂંક જ સમયમાં ડિજિટલ કરન્સી લાવશેઃ RBI ડેપ્યુટી ગવર્નર - ડિજિટલ કરન્સી

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ટૂંક જ સમયમાં ડિજિટલ કરન્સી (Digital Currency) લાવશે. આ અંગે ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું હતું કે, કેન્દ્રિય બેન્ક પોતાની ડિજિટલ કરન્સી (Digital Currency) તબક્કાવાર રીતે રજૂ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે.

RBI ટૂંક જ સમયમાં ડિજિટલ કરન્સી લાવશેઃ
RBI ટૂંક જ સમયમાં ડિજિટલ કરન્સી લાવશેઃ
author img

By

Published : Jul 23, 2021, 3:10 PM IST

  • ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ટૂંક જ સમયમાં ડિજિટલ કરન્સી (Digital Currency) લાવશે
  • ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે (Deputy Governor T. Ravi Shankar) આપી માહિતી
  • ગ્રાહકો વગર સરકારી ગેરન્ટીવાળી ડિજિટલ કરન્સીમાં ઉતાર-ચઢાવની અસર બચાવવાની જરૂર છેઃ RBI Deputy Governor

નવી દિલ્હીઃ ડિજિટલ યુગમાં હવે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પણ ડિજિટલ બની રહી છે. આ અંગે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું હતું કે, RBI પાઈલટ પ્રોજેક્ટના આધારે જથ્થાબંધ (Wholesale) અને છુટક (Retail) ક્ષેત્રોમાં ડિજિટલ કરન્સી (Digital Currency) શરૂ કરવાની તૈયારીમાં છે. ગ્રાહકોએ વગર સરકારી ગેરન્ટીવાળી ડિજિટલ કરન્સી (Digital Currency)માં ઉતાર-ચઢાવની અસરથી બચવાની જરૂર છે.

આ પણ વાંચો- RBIએ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું

વિવિધ દેશોના કેન્દ્રિય બેન્ક CBDCની સંભાવના તપાસવામાં લાગી

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું હતું કે, વિશ્વના અનેક દેશોની કેન્દ્રિય બેન્ક લાવવાની દિશામાં તેજીથી કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, RBI પોતાની ડિજિટલ કરન્સી (Digital Currency) તબક્કાવાર રીતે રજૂ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. વિવિધ દેશોના કેન્દ્રિય બેન્ક CBDCની સંભાવના તપાસવામાં લાગી છે.

આ પણ વાંચો- RBIનો બેન્કોને નિર્દેશ, લીબોરની જગ્યાએ અપનાવો વૈકલ્પિક સંદર્ભ દર

આંતર-મંત્રાલય સમિતિએ કરી ભલામણ

RBIના ડેપ્યુટી ગવર્નરે વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, સંભવત CBDCને લઈને વિચાર પ્રક્રિયા નજીક છે. ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક ઉચ્ચસ્તરીય આંતર-મંત્રાલય સમિતિએ નીતિ અને કાયદાકીય ઢાંચાનું પરિક્ષણ કર્યું છે. તેમણે દેશમાં CBDCને ડિજિટલ ચલણ (Digital Currency) તરીકે રજૂ કરવાની ભલામણ પણ કરી છે.

કાયદામાં ફેરફારની આવશ્યકતા

RBIના ડેપ્યુટી ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે કાયદાકીય ફેરફારની જરૂર હશે. કારણ કે, ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ (Indian Reserve Bank Act) અંતર્ગત વર્તમાન જોગવાઈ ચલણને ભૌતિક રૂપથી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આના પરિણામસ્વરૂપે સિક્કા અધિનિયમ, વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) અને માહિતી ટેક્નોલોજી એક્ટ (Information Technology Act)માં પણ સંશોધનની જરૂરિયાત હશે.

ડિજિટલ કરન્સી સાથે જોડાયેલા જોખમ

RBIના ડેપ્યુટી ગવર્નરે ડિજિટલ કરન્સી (Digital Currency) સાથે કેટલાક જોખમનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેવી દબાણની સ્થિતિમાં બેન્કથી પૈસાને અચાનકથી કાઢી લેવા. રવિશંકરે કહ્યું હતું કે, CBDC અંતર્ગત ગ્રાહકોએ કેટલીક ડિજિટલ કરન્સીમાં (Digital Currency) જોવા મળતી અસ્થિરતાની ભયાનક સ્તરથી બચવાની આવશ્યકતા છે, જેમણે કોઈ સરકારી ગેરન્ટી મેળવી નથી. જોખમ તો જોડાયેલા છે, પરંતુ સંભવિત લાભોને જોતા તેનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન થવાની જરૂર છે.

ડિજિટલ કરન્સી શું હોય છે?

ડિજિટલ કરન્સીનું (Digital Currency) પૂરું નામ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency) છે, જેને દેશની કેન્દ્રિય બેન્ક જાહેર કરે છે. આ દેશની સરકારની માન્યતા તેની પાસે હોય છે. આ દેશની કેન્દ્રિય બેન્કની બેલેન્સશિટમાં પણ શામેલ હોય છે. ભારતમાં તેને ડિજિટલ રૂપિયા કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.