ETV Bharat / business

માર્ચમાં વાહનોના વેચાણમાં 28 ટકાનો વધારો, ટુ-વ્હીલર્સમાં 35 ટકાનો ઘટાડો: FADA - RTO

FADA( ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ)એ 1,482 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) માંથી 1,277 RTO પાસેથી વાહન નોંધણીનો ડેટા એકત્રિત કર્યો છે. માર્ચ 2020 માં પેસેન્જર વાહનોનું વેચાણ 2,17,879 યુનિટ્સ હતું.

માર્ચમાં વાહનોના વેચાણમાં 28 ટકાનો વધારો, ટુ-વ્હીલર્સમાં 35 ટકાનો ઘટાડો: FADA

author img

By

Published : Apr 9, 2021, 10:23 AM IST

Updated : Apr 9, 2021, 1:03 PM IST

  • 1,482 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) માંથી 1,277 RTO પાસેથી વાહન નોંધણીનો ડેટા એકત્રિત કર્યો
  • ગયા વર્ષે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
  • વાહન વેપારીઓના સંગઠન ફેડરેશન ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી

નવી દિલ્હી: મુસાફરોના વાહનોનું છૂટક વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ માર્ચમાં 28.39 ટકા વધીને 2,79,745 એકમ થયા છે. ગયા વર્ષે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વાહન વેપારીઓના સંગઠન ફેડરેશન ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી.

માર્ચ 2020માં વાહનોનું વેચાણ 2,17,879 યુનિટ્સ હતું

FADA( ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ)એ 1,482 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) માંથી 1,277 RTO પાસેથી વાહન નોંધણીનો ડેટા એકત્રિત કર્યો છે. માર્ચ 2020માં પેસેન્જર વાહનોનું વેચાણ 2,17,879 યુનિટ્સ હતું. જોકે, સમીક્ષા હેઠળના મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ 35.26 ટકા ઘટીને 11,95,445 એકમ થયું છે. જે એક વર્ષ અગાઉના મહિનામાં 18,46,613 એકમ હતું.

આ પણ વાંચો: ઓટો સેક્ટરમાં મંદી, તહેવારોની સીઝનમાં વેચાણમાં ઘટાડો

ટ્રેક્ટરનું વેચાણ 29.21 ટકા વધીને 69,082 પર પહોંચી ગયું

આ સમયગાળા દરમિયાન માર્ચ 2020માં વાણિજ્ય વાહનોનું વેચાણ પણ 42.2 ટકા ઘટીને 67,372 એકમ થયું હતું. જે માર્ચ 2020 માં 1,16,559 એકમ હતું. એ જ રીતે થ્રી-વ્હીલરનું વેચાણ પણ એક વર્ષ અગાઉ 77.173 યુનિટની સરખામણીએ 50.72 ટકા ઘટીને, 38,034 એકમ પર પહોંચી ગયું છે. જોકે, આ સમયગાળા દરમિયાન ટ્રેક્ટરનું વેચાણ 29.21 ટકા વધીને 69,082 પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ, ગતવર્ષ કરતાં 4 વ્હીલર વાહનોનું વેચાણ વધ્યું

Last Updated : Apr 9, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.