ETV Bharat / business

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજ વપરાશમાં 47 ટકાનો વધારો થયો - electricity consumption

ગયા વર્ષે એપ્રિલના સમાન સમયગાળાની તુલનાએ દેશમાં વીજળીનો વપરાશ લગભગ 47 ટકા વધીને 28.34 અબજ યુનિટ થયો છે. આ દર્શાવે છે કે દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં સુધારણા સાથે વીજળી માટે વ્યાપારી માગમાં વધારો થઈ રહ્યો છે.

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજ વપરાશમાં 47 ટકાનો વધારો થયો

author img

By

Published : Apr 12, 2021, 8:51 AM IST

  • ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુધરી રહી છે અને વીજળી માટે વ્યાપારી માગ વધી રહી છે
  • એપ્રિલ 2019માં વીજળીની માગ 110.11 અબજ યુનિટ હતી
  • ગયા વર્ષે એપ્રિલમાં વીજળી માટેની ટોચની માગ એક વર્ષ પહેલા 176.81 મેગાવોટથી ઘટીને 132.20 મેગાવોટ થઈ હતી

નવી દિલ્હી: દેશમાં વીજળીનો વપરાશ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગભગ 47 ટકા વધીને 28.34 અબજ એકમ થયો છે.

આ પણ વાંચો: ગુજરાત વીજ નિયમન પંચે વીજદરમાં વધારો મંજૂર કર્યો

વીજળીની માગ પાછલા વર્ષના સમાન ગાળામાં 132.20 મેગાવોટથી વધુ હતી

વીજ મંત્રાલયના ડેટા પરથી આ માહિતી મળી છે. જે બતાવે છે કે, દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુધરી રહી છે અને વીજળી માટે વ્યાપારી માગ વધી રહી છે. ગયા વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન વીજળીનો વપરાશ 19.33 અબજ યુનિટ હતો. એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન વીજળીની માગ પાછલા વર્ષના સમાન ગાળામાં 132.20 મેગાવોટથી વધુ હતી. વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં 7 એપ્રિલ 2021 દરમિયાન પીક અવર પાવર માગ 181.05 મેગાવોટની ઉંચી સપાટીએ પહોંચી હતી. જે ગયા વર્ષના એપ્રિલ મહિનાના સમગ્ર મહિનામાં નોંધાયેલા 132.20 મેગાવોટ કરતા 27 ટકા વધારે છે.

આ પણ વાંચો: રામપુર જિલ્લામાં વીજળી વિભાગની મોટી બેદરકારી જોવા મળી

ગયા વર્ષે એપ્રિલમાં વીજળીની માગ ઘટીને 5 84.55 અબજ યુનિટ રહી હતી

ગયા વર્ષે એપ્રિલમાં વીજળીની માગ ઘટીને 5 84.55 અબજ યુનિટ રહી હતી. જે 2019ના સમાન મહિનામાં 110.11 અબજ યુનિટ હતી. આનું મુખ્ય કારણ કોરોના વાયરસને કારણે માર્ચના અંતિમ અઠવાડિયામાં લોકડાઉન લાદવામાં આવેલું હતું. આ સાથે ગયા વર્ષે એપ્રિલમાં વીજળી માટેની ટોચની માગ એક વર્ષ પહેલાં 176.81 મેગાવોટથી ઘટીને 132.20 મેગાવોટ થઈ હતી. નિષ્ણાંતો કહે છે કે, ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં વીજળીની માગ ગત વર્ષના સમાન ગાળાના નીચલા આધારને કારણે છે. જોકે, આ સ્પષ્ટ રીતે વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં સુધારો સૂચવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.