નવી દિલ્હીઃ પેટ્રોલનું વેચાણ કરતી કંપનીઓના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો થયો છે. જેના પગલે પેટ્રોલ કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરની કિંમતમાં ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટક ઘટાડો થયો છે. જાહેર ક્ષેત્રની પટ્રોલિયમ કંપનીઓના જણાવ્યાનુસાર, દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવમાં 69.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 62.44 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે.
ઉદ્યોગ ક્ષેત્રથી મળતી માહિતી પ્રમાણે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ સરકારે શનિવારે ઈંધણની એક્સાઈઝ ડ્યુટીમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટર વધારો કરાયો છે. પેટ્રોલિયમ કંપનીઓના જણાવ્યાનુસાર, તેઓ છૂટક ભાવમાં ઘટાડો કરી રહી છે. કારણ કે,એક્સાઈઝ ડ્યુટી વધી છે. એટલે તેમને મળેલા નફામાં ભાવ વધારા સાથે સમાયોજિત કરવામાં આવ્યું છે અને આ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે શક્ય બન્યુ છે.
સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટર વૃદ્ધિ થઈ હોવાની જાહેરાત થઈ છે. જેનાથી સરકારની આવકમાં રૂપિયા 39,000 કરોડ કરતાં વધુ વધારો થશે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા જાહેર કરેલી સૂચના પ્રમાણે પેટ્રોલ પર વિશેષ એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયાથી વધીને આઠ રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. જ્યારે ડીઝલના ભાવ બે રૂપિયાથી વધીને ચાર રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે પહેલીવાર 2014માં સત્તા સંભાળી ત્યારે પેટ્રોલમાં પ્રતિ લીટર 9.98 રૂપિયા અને ડીઝલમાં 3.56 રૂપિયા પ્રતિ લીટર હતા. સરકારે નવેમ્બર, 2014 જાન્યુઆરીથી 2016 દરમિયાન પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીના ભાવમાં વધારો થયો છે. આ 15 મહિનામાં પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટીમાં 11.77 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલમાં 13.47 રૂપિયા પ્રતિ લીટર વધારો કરાયો છે. 2016-17માં સરકારનું એક્સાઈઝ કલેક્શન 2014-15માં રૂપિયા 99,000 કરોડથી બમણી થઈને રૂપિયા2,42,000 કરોડ સુધી પહોંચી હતી.