નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગયા મહિને ડીઝલની કિંમતમાં 22 ગણો વધારો થયો હતો અને પેટ્રોલના ભાવમાં 21 ગણો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવ બુધવારે સતત બીજા દિવસે સ્થિર રહ્યાં હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી પાછા વધ્યાં છે. યુ.એસ.માં ક્રૂડ ઓઇલના ભંડારમાં ઘટાડો થયાના અહેવાલો જાણવા મળ્યા બાદ ભાવમાં વધારો જોવા મળ્યો છે.