ETV Bharat / business

PAYTMને શેરબજારમાં ફરી લાગ્યો ઝટકો, શેરનો ભાવ 700થી ગયો નીચે - PAYTMને શેરબજારમાં ફરી ઝટકો

સોમવારે સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 55,614 પર ખુલ્યો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ 18 શેરોએ વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું, પરંતુ Paytmના શેરમાં (Decline in Paytm stock) જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો.

PAYTMને શેરબજારમાં ફરી લાગ્યો ઝટકો, શેરનો ભાવ 700થી ગયો નીચે

author img

By

Published : Mar 15, 2022, 8:16 AM IST

Updated : Mar 15, 2022, 9:55 AM IST

મુંબઈ: Paytmના સ્ટોકમાં (Decline in Paytm stock) સતત ઘટાડો થઈ રહ્યો છે. રિઝર્વ બેંકની કડકાઈના કારણે સોમવારે Paytmના શેરની કિંમત 700 રૂપિયાથી નીચે આવી ગઈ હતી. Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationsનો શેર BSE પર સવારે 11.30 ટકાના ઘટાડા સાથે રૂપિયા 687 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક સમયે શેરનો ભાવ 672.10 રૂપિયા સુધી નીચે ગયો હતો. છેલ્લા કામકાજના દિવસે તેનો દર રૂપિયા 775.05 હતો. એટલે કે સોમવારે તેમાં 87.20 રૂપિયાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: Share Market India: છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 276 નિફ્ટી 89 પોઈન્ટ ગગડ્યો

Paytmની ઈશ્યુ પ્રાઇસ હતી 2,150 રૂપિયા : Paytmની ઈશ્યુ પ્રાઇસ 2,150 રૂપિયા હતી અને સોમવારે સવારે 10:30 વાગ્યે શેર 687.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્ટૉકના લિસ્ટિંગ બાદથી આ શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. Paytm જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂપિયા 1,39,000 કરોડ હતું, જે હવે ઘટીને રૂપિયા 48,911 કરોડ થયું છે.

આ પણ વાંચો: Share Market India: સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 55,000ને પાર

Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધ : ભારતીય રિઝર્વ બેંકએ (Reserve Bank of India) બેંકિંગ રેગ્યુલેશન એક્ટ (Banking Regulation Act), 1949 ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ કહ્યું છે કે, આ મોરેટોરિયમ પેમેન્ટ્સ બેંકના (Moratorium Payments Bank)કોઈપણ વર્તમાન ગ્રાહકોને અસર કરશે નહીં. હાલના ગ્રાહકો Paytm પ્લેટફોર્મ પર વ્યવહાર કરવાનું ચાલુ રાખી શકે છે. કંપનીના નિવેદન છતાં રોકાણકારોએ Paytmના શેરમાં વિશ્વાસ દર્શાવ્યો નથી. સેબીએ ઘણી કંપનીઓને તેમના બિન-નાણાકીય મેટ્રિક્સ અથવા મુખ્ય પ્રદર્શન સૂચકાંકોનું IPO મૂલ્યાંકન સંબંધિત ઓડિટ કરાવવા જણાવ્યું હતું. આ અંતર્ગત Paytmનું પણ ઓડિટ કરવામાં આવશે.

Last Updated : Mar 15, 2022, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.