ETV Bharat / business

લોકડાઉન હળવું થતાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધવાની ધારણા: IOC - ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન ન્યૂઝ

IOCએ જણાવ્યું હતું કે લોકડાઉન હળવી કરવા અને આર્થિક પેકેજને લીધે પેટ્રોલિયમ પેદાશોમાં પુનઃપ્રાપ્તિ અર્થતંત્રમાં સુધારણા સાથે ફરીથી ગતિ પકડશે. કંપનીએ કહ્યું કે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને રૂપિયામાં પણ મજબૂતી આવી છે. આ મોટા પ્રમાણમાં સ્ટોરેજ અને વિનિમય દરની ખોટને સરભર કરશે.

IOC
IOC
author img

By

Published : Jun 7, 2020, 3:42 PM IST

નવી દિલ્હી: ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ આશા વ્યક્ત કરી છે કે, આર્થિક પ્રવૃત્તિ શરૂ થયા બાદ હવે બળતણ વેચાણમાં સુધારો થશે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાઈરસને કાબૂમાં લેવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ભારે ઘટાડો થયો હતો. જો કે, હવે સરકારે અનલોક-1 હેઠળ બંધનોને હળવા કર્યા છે, ત્યારે ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે.

IOCએ કહ્યું કે, તે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે માન્ય મૂડી રોકાણને પૂર્ણ કરશે. કંપનીએ કહ્યું કે, તેણે ખર્ચ અને સમયરેખાને સુમેળ બનાવવા માટેના તમામ રોકાણ પ્રસ્તાવોની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી છે.

કંપનીએ કહ્યું હતું કે, તે ખર્ચ અંગે ખૂબ જ સાવધ છે અને ચોક્કસ આયોજનને પગલે જ નિર્ણય લેશે.

કોવિડ -19ને અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે એપ્રિલમાં ઇંધણના વેચાણમાં મોટો ઘટાડો થયો હતો. લોકડાઉન દરમિયાન કારખાનાઓ અને કચેરીઓ બંધ રહી હતી. રસ્તા પરથી વાહનો દૂર કરાયા હતા. તેમજ ટ્રેનો અને ફ્લાઇટ સેવાઓ પણ બંધ કરાઈ હતી.

કંપનીએ શેર બજારને મોકલી સૂચનામાં કહ્યું હતું કે, કોવિડ-19ને કારણે લાગુ લોકડાઉનને કારણે એપ્રિલમાં બળતણ ઉત્પાદનોની માંગમાં 46 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલમાં પેટ્રોલના વેચાણમાં 61 ટકા, ડીઝલના 56.7 ટકા અને એરક્રાફ્ટ ફ્યુઅલ એટીએફનું વેચાણમાં 91.5 ટકાનો ઘટાડો થયો છે. જો કે, મે મહિનામાં વેચાણ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 38.9 ટકા ઓછુ રહ્યું હતું. 8 જૂનથી દેશમાં પ્રતિબંધોમાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે અને મોલ્સ અને બજારો ખુલવા જઈ રહ્યા છે.

IOCએ જણાવ્યું હતું કે, લોકડાઉન હળવું થયા બાદ આર્થિક પેકેજને લીધે પેટ્રોલિયમ પેદાશોમાં પુનઃપ્રાપ્તિ અર્થતંત્રમાં સુધારણા સાથે ફરીથી ગતિ પકડશે.

કંપનીએ કહ્યું કે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને રૂપિયામાં પણ મજબૂતી આવી છે. જેનાથી મોટા પ્રમાણમાં સ્ટોરેજ અને વિનિમય દરની ખોટને સરભર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.