- વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ
- સેન્સેક્સ (Sensex) 142.41 તો નિફ્ટી (Nifty) 46.45 પોઈન્ટનો ઘટાડો થયો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 142.41 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 58,162.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 46.45 પોઈન્ટ (0.27 ટકા)ની નબળાઈ સાથે 17,322.80ના સ્તર પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો- આજે સતત 7મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, તમારા શહેરમાં શું કિંમત છે? જુઓ
ડાઉ ફ્યુચર્સ (Dow Futures)માં 70 પોઈન્ટની મજબૂતી જોવા મળી
વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયામાં નિક્કેઈ (Nikkei) અને એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ક્વાર્ટર ટકાની નીચે વેપાર કરી રહ્યો છે, પરંતુ ડાઉ ફ્યુચર્સ (Dow Futures)માં 70 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. જોકે, શુક્રવારે અમેરિકી બજાર નબળાઈ સાથે બંધ થયું હતું. ડાઉ (DOW)માં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કેઈ 0.29 ટકાના ઘટાડા સાથે 30,292.84ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં -0.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તાઈવાનનું બજાર 0.10 ટકાના ઘટાડા સાથે 17,456.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.78 ટકા તૂટીને 25,738.53ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.16 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.14 ટકાનો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો- ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર
આ સપ્તાહે 2 કંપનીઓ IPO લોન્ચ કરવાની તૈયારીમાં
આ સપ્તાહે 2 કંપનીઓ IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓટો મોબાઈલ કમ્પોનેન્ટ બનાવનારી સંસેરા એન્જિનિયરિંગનો IPO 14 સપ્ટેમ્બરે ખૂલશે અને 16 સપ્ટેમ્બેર બંધ થશે. આમાં પ્રમોટર અને વર્તમાન શેર હોલ્ડર્સ તરફથી સતત 1.72 કરોડ શેર્સ માટે ઓફર ફોર સેલ (OFS) હશે. આ કંપનીના IPOની પ્રાઈઝ બેન્ડ 733-734 રૂપિયા પ્રતિ શેર હશે.