ETV Bharat / business

જુલાઇમાં OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ, 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે - olaની નવી ઈ બાઈક

ઓલાએ ગયા વર્ષે તામિલનાડુમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી સ્થાપવા માટે 2,400 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરી પૂર્ણ થયા પછી 10,000 રોજગારની તકો પૂરી પાડશે.

OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ
OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ
author img

By

Published : Apr 23, 2021, 9:41 AM IST

  • OLA જુલાઇમાં કરશે ઇ-સ્કૂટર લોન્ચ
  • 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે
  • ઓલાના સ્કૂટર પર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ શકે

નવી દિલ્હી: ઓલા ઇલેક્ટ્રિકે આ વર્ષે જુલાઈ સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપની 'હાઈપરચાર્જર' નેટવર્ક પર કામ કરી રહી છે, જે હેઠળ દેશના 400 શહેરોમાં એક લાખ ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવશે.

તામિલનાડુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી માટે 2,400 કરોડનું રોકાણ કરવાની કરી જાહેરાત

ઓલાએ ગયા વર્ષે તામિલનાડુમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી સ્થાપવા માટે 2,400 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરી પૂર્ણ થયા પછી 10,000 રોજગારની તકો પૂરી પાડશે. તે વિશ્વના સૌથી મોટા સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સ્થાન મેળવશે, જેમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 મિલિયન યુનિટ્સ છે.

આ પણ વાંચોઃ ફ્રાંસની ખાનગી ઓટો કંપનીએ અમદાવાદમાં પોતાનો શો-રૂમ ખોલ્યો

ફેક્ટરી શરૂ થયા પછી જુલાઈમાં વેચાણ પણ શરૂ થશેઃ ભાવિશ અગ્રવાલે

ઓલાના અધ્યક્ષ અને ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ભાવિશ અગ્રવાલે કહ્યું કે, 'અમે આ ફેક્ટરી જૂન સુધીમાં સ્થાપિત કરીશું. તેની ક્ષમતા 20 લાખ યુનિટ હશે. અમે આગામી 12 મહિના દરમિયાન તેની ક્ષમતામાં વધારો કરીશું.

OLA પ્રથમ વર્ષમાં દેશના 100 શહેરોમાં 5,000 ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે

જોકે, કંપનીએ હજી સુધી ઇ-સ્કૂટરની કિંમત અને અન્ય વિગતો જાહેર કરી નથી. આ દરમિયાન, કંપનીએ કહ્યું છે કે, ઓલાનું હાયપરચાર્જર નેટવર્ક વિશ્વનું સૌથી વ્યાપક ટૂ વ્હીલર ચાર્જિંગ નેટવર્ક હશે. આ અંતર્ગત 400 શહેરોમાં એક લાખ ચાર્જિંગ પોઇન્ટ લગાવવામાં આવશે. પ્રથમ વર્ષમાં ઓલા દેશના 100 શહેરોમાં 5,000 ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરશે. દેશમાં આ ચાર્જિંગ સ્ટ્રક્ચર કરતા બમણાથી વધુ છે.

આ પણ વાંચોઃ Auto Expo: શારદા યુનિ.ના વિદ્યાર્થીઓએ 3 મોડ ધરાવતું ઈલેક્ટ્રિક બાઈક બનાવ્યું

કંપનીએ કહ્યું કે ઓલાના સ્કૂટર પર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.