ETV Bharat / business

9 ઓગસ્ટે નુવોકો વિસ્ટાસનો રૂપિયા 5,000 કરોડનો ખુલશે IPO - Rs 5,000 crore IPO will open on August 9, 2021

નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ ( Nuvoco Vistas Corporation Limited ) ભારતમાં ક્ષમતાની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી સિમેન્ટ કંપની તથા પૂર્વ ભારતમાં અગ્રણી રેડી મિક્સ કોન્ક્રીટ ઉત્પાદક પૈકીની એક અને સૌથી મોટી સિમેન્ટ કંપની છે. નુવોકો વિસ્ટાસ IPO લઈને 9 ઓગસ્ટે મૂડીબજારમાં ( Capital Market ) પ્રવેશી રહી છે.

9 ઓગસ્ટે નુવોકો વિસ્ટાસનો રૂપિયા 5,000 કરોડનો ખુલશે IPO

author img

By

Published : Aug 5, 2021, 3:11 PM IST

  • નુવોકો વિસ્ટાસના શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 560-570
  • ઈક્વિટી શેરની લઘુત્તમ બિડ 26 શેરની છે
  • આ આઈપીઓ 11 ઓગસ્ટે બંધ થશે

અમદાવાદ- નુવોકો વિસ્ટાસનો ( Nuvoco Vistas Corporation Limited ) આઈપીઓ (IPO) 9 ઓગસ્ટ, 2021ને સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021ને બુધવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 560થી 570 નક્કી થઈ છે. ઓફરની કુલ સાઇઝ રૂપિયા 5,000 કરોડ છે, જેમાં રૂપિયા 1,500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને નિયોગી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (પ્રમોટર વિક્રેતા શેરધારક) દ્વારા રૂપિયા 3,500 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

નુવોકો વિસ્ટાસનો રૂપિયા 5,000 કરોડનો IPO 9 ઓગસ્ટ 2021ના રોજ ખુલશે

આ પણ વાંચો-IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ

કંપની 11 સિમેન્ટ પ્લાન્ટ ધરાવે છે

નુવોકો વિસ્ટાસના અધ્યક્ષ હિરેન પટેલના જણાવ્યા અનુસાર, કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી થનારી રૂપિયા 1,350 કરોડની આવકનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી ઉપરાંત અમારી કંપનીએ લીધેલા ઋણની પુનઃચુકવણી, આગોતરી ચુકવણી, રિડેમ્પ્શન સંપૂર્ણપણે કે આંશિક રીતે કરવાની યોજના બનાવી છે. 31 માર્ચ, 2021 સુધી કંપની કુલ 22.32 એમએમટીપીએની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 11 સિમેન્ટ પ્લાન્ટ ધરાવતી હતી.

આ પણ વાંચો- Share Market: સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,200ને પાર

કંપનીના બુક રનિંગ લીડ મેનેજર્સ

કંપનીની લીડરશિપ ટીમનું નેતૃત્વ ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિરેન પટેલ તથા મેનેજિંગ ડાયરેક્ટર જયકુમાર ક્રિષ્નાસ્વામી કરે છે. આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) આઈસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચએસબીસી સીક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.