ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે વાડિયાને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. આ પહેલા આ બેંચે નિવેદન આપ્યું હતું કે, ટાટા અને અન્ય લોકોનો હેતુ વાડિયાને બદનામ કરવાનો નથી.
બેંચે જણાવ્યું હતું કે, " ટાટાના નિવેદનને ધ્યાનમાં રાખીને તેમનો ઇરાદો વાડિયાને બદનામ કરવાનો ન હતો, જે હાઈકોર્ટના પરિણામોની સમાન છે." બેંચે વડિયા વતી ઉપસ્થિત વરિષ્ઠ એડવોકેટ સી.એ. સુંદરમને કહ્યું કે, કોર્ટ તેમના દ્રષ્ટિકોણની પ્રશંસા કરે છે. 6 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે વડિયા અને ટાટાને માનહાનિના કેસમાં તેમના મતભેદોને એકસાથે સમાધાન કરવા જણાવ્યું હતું.
મહત્વનું છે કે, વાડિયાએ ટાટા જૂથની કેટલીક કંપનીઓના બોર્ડમાંથી હટાવ્યા બાદ રતન ટાટા અને અન્ય લોકો સામે 2016 માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.