વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમણે આ વર્ષની શરૂઆતમાં ચીન સાથે કરેલા વેપાર કરાર અંગે હવે તેમનો મત બદલાઇ ગયો છે. ટ્રમ્પે એક સમયે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો.
ફરી એકવાર બેઇજિંગના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે ચીન પર કોરોના વાઇરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
મંગળવાર સુધીમાં, કોવિડ -19 ને કારણે 92,000 અમેરિકનો મૃત્યુ પામ્યા છે અને 15 લાખ અમેરિકનો સંક્રમિત થયા છે. વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં લગભગ 3,20,000 લોકોનાં મોત નીપજ્યાં છે.
યુએસ અને ચીને જાન્યુઆરીમાં એક કરાર કર્યો હતો, જેણે તેમના 22-મહિના લાંબા વેપાર યુદ્ધને સમાપ્ત કર્યું હતું.
આ અંતર્ગત, બેઇજિંગ 2020-2021માં અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં 200 અબજ ડોલરનો વધારો કરવા સંમત થયા હતા.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે કેબિનેટની બેઠકમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "ત્રણ મહિના પહેલા આ કરાર અંગે મે જે વિચાર્યું તે હવે બદલાઈ ગયું છે."
ટ્રમ્પે કહ્યું કે જ્યારે ચીન સાથે કરાર થયો ત્યારે તે ઉત્સાહિત હતા. તેઓએ કહ્યું, "પરંતુ પછી વાઇરસ આવ્યો, તેઓએ આવું કેવી રીતે થવા દીધું? અને તે ચીનના અન્ય ભાગોમાં કેવી રીતે પહોંચ્યો નહીં? તેઓએ તે વાઇરસને વુહાનમાંથી બહાર નીકળતા કેવી રીતે અટકાવ્યું? પરંતુ તેઓએ તે વાઇરસને યુ.એસ. સહિત, બાકીના વિશ્વમાં જતા અટકાવ્યો કેમ નહીં. આવું કેમ? તે બેઇજિંગમાં ફેલાયો નહીં, અન્ય સ્થળોએ પણ ફેલાયો નહીં.