New Scrap Policy 2021માં મંત્રાલયે જાહેર કરી અધિસૂચના
જૂના વાહનોની પુનઃનોંધણી ફીમાં ધરખમ વધારો
નવા વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં છૂટછાટો અપાશે
નવી દિલ્હીઃ જૂના વાહનો હવે લાંબો સમય ચલાવવા વધુ મોંઘા પડશે. સરકારે નવી વાહન સ્ક્રેપેજ નીતિના (New Scrap Policy) નિયમોને સૂચિત કર્યા છે. આ અંતર્ગત જૂના વાહનોના નવીકરણ માટે 5000 રૂપિયાની નોંધણી ફી ચૂકવવી પડશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે વાહન માલિકોએ એપ્રિલ 2022થી 15 વર્ષથી જૂના વાહનોના પુનઃનોંધણી માટે વધારે કિંમત ચૂકવવી પડશે. આ ફી નવા વાહનોની રજિસ્ટ્રેશન ફીની સરખામણીએ 8 ટકા વધુ છે.
15 વર્ષ જૂના વાહનો માટે પુનઃનોંધણી ફી વધશે
સડક પરિવહન અને રાજમાર્ગ (MORTH) મંત્રાલયે જણાવ્યાં અનુસાર 15 વર્ષ જૂના વાહનો માટે પુનઃનોંધણી માટે 5000 રુપિયા ફી થશે. જ્યારે નવા વાહનોની આશે 600 રુપિયા રજિસ્ટ્રેશન ફી થાય છે. બાઈકના પુનઃરજિસ્ટ્રેશન માટે1000 રુપિયા ફી થશે જે નવી બાઈક માટે 300 રુપાય થાય છે.જૂના વ્યાવસાયિક વાહનોને પણ જાળવી રાખવા હવે વધુ ખર્ચ કરવાનો થશે.
વાહનોના ફિટનેસ ટેસ્ટ માટે પણ વધુ ખર્ચ
મંત્રાલયે જણાવ્યું છે તેમ 15 વર્ષથી વધુ જૂના વાહન માટેની ફી 1 એપ્રિલ 2022થી અમલમાં આવશે. વ્યાવસાયિક વાહનોના ફિટનેસ સર્ટિ રીન્યૂ કરાવવા માટે 12,500 ચૂકવવા પડશે.જ્યારે પેસેન્જર વાહનો-યાત્રી વાહનોના ફિટનેસ સર્ટિ રીન્યૂ કરાવવા માટે 10,000 ચૂકવવા પડશે.
જૂનું વાહન વેચી નવું ખરીદવા પર છૂટ મળશે
જૂના કાર, બસ કે અન્ય વાહન ભંગારમાં કાઢો છો તો નવા વાહનની નોંધણી ફીમાં છૂટ આપવામાં આવશે. તેના માટે અધિકૃત સ્ક્રેપ સુવિધા કેન્દ્રને વાહન વેચવું પડશે અને તેના બદલે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ મેળવવાનું રહેશે. મંત્રાલયે નવા લાયસન્સ પ્રાપ્ત સ્ક્રેપિંગ ફેસિલિટી સેન્ટર ઝડપથી ખોલશે તેમ પણ જણાવ્યું છે.
બજેટમાં એલાન હતું
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે નવી સ્ક્રેપ પોલિસીનું એલાન કર્યું હતું. 1 એપ્રિલ 2023થી બધા ભારે કોમર્શિયલ વાહનોનો ફિટનેસ સર્ટિ ટેસ્સ ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે 2024માં હળવા વાહનો માટે આ નીતિ લાગુ પડી રહી છે. જો ફિટનેસ સર્ટિફિક્ટના રીન્યી કરાવવામાં વાર કરી તો પ્રતિ દિવસ 50,000 રુપિયાનો દંડ પણ ભરવો પડશે.
પ્રદૂષણ ઓછું કરવાનો નવી નીતિનો ઉદ્દેશ
જૂના વાહનોને લાંબા સમય સુધી વાપરવાથી તેનાથી થતાં પ્રદૂષણને ઓછું કરવાના ઉદ્દેશથી સરકાર આ નીતિ લાવી રહી છે. નવી નીતિ હેઠળ નવા વાહનોની ખરીદી પર કેટલીક છૂટછાટ આપવામાં આવશે. જ્યારે જૂના વાહનોના આરસી રીન્યૂઅલ અથવા ફિટનેસ ટેસ્ટ વગેરે માટે ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકો લાંબો સમય જૂના વાહનો ન વાપરે. આનાથી ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટો ફાયદો થવાની પણ આશા છે.
આ પણ વાંચોઃ જાણો, સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...
આ પણ વાંચોઃ ભાવનગરમાં મોડેસ્ટ સહિત અન્ય બે કંપનીઓ સ્થાપશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ