ETV Bharat / business

મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા - Nascimento debentures

વર્ષ 1998માં સ્થાપિત ગોલ્ડ લોન સેક્ટરમાં સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી મુથૂટ્ટુ મિની ફાઇનાન્શિયર્સ લિમિટેડનો સીક્યોર્ડ અને અનસીક્યોર્ડ ડિબેન્ચર્સ (NCD)નો પબ્લિક ઇશ્યૂ ખુલી ગયો છે, જે દરેકની ફેસવેલ્યુ રૂપિયા 1,000 છે.

મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા

author img

By

Published : Aug 22, 2021, 1:47 PM IST

  • મુથૂટ્ટુ મિની ફાઇનાન્શિયર્સ લિમિટેડનો NCD ઈસ્યૂ
  • એનસીડીના ઇશ્યૂમાં ઇશ્યૂની બેઝ સાઇઝ RS. 125 કરોડ
  • આ એનસીડી ઈસ્યૂ 9 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે

અમદાવાદ: મુથૂટ્ટુ મિની ફાઇનાન્શિયર્સ લિમિટેડના 15માં એનસીડી ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ રૂપિયા 125 કરોડ છે, જેમાં રૂપિયા 125 કરોડ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જેથી ઇશ્યૂની સાઇઝ કુલ રૂપિયા 250 કરોડ થઈ જશે. એનસીડી ઇશ્યૂ 8.75 ટકાથી 10.00 ટકાના વાર્ષિક વ્યાજદરની રેન્જના કૂપન રેટ સાથે એનસીડીના સબસ્ક્રિપ્શન માટે વિવિધ વિકલ્પો ઓફર કરે છે. એનસીડી ઇશ્યૂ 18 ઓગસ્ટ, 2021ના રોજ ખુલી ગયો છે અને 09 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે, જેમાં સમયર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

એનસીડી ઈસ્યૂ પર વાર્ષિક 10.41 ટકા વળતર

ગોલ્ડ લોનના વ્યવસાય ઉપરાંત કંપની માઇક્રો ફાઇનાન્સ લોન, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, મની ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ, પેન કાર્ડ સાથે સંબંધિત અને ટ્રાવેલ એજન્સી સેવાઓ પૂરી પાડે છે. અગાઉ કંપની નિનાન મથાઈ મુથૂટ્ટુએ 1887માં સ્થાપિત કરેલા ફેમિલી બિઝનેસ એન્ટરપ્રાઇઝનો ભાગ હતી, જેનું નેતૃત્વ હવે ચેરવુમેન અને પૂર્ણકાલિન ડાયરેક્ટર નિઝી મેથ્યૂ અને મેનેજિંગ ડાયરેક્ટર મેથ્યૂ મુથૂટ્ટુ કરે છે. 15મો એનસીડી ઇશ્યૂ સીક્યોર્ડ એનસીડી માટે રિડેમ્પ્શન# પર વાર્ષિક 10.22 ટકાનું અને અનસીક્યોર્ડ એનસીડી માટે વાર્ષિક 10.41 ટકાનું વાર્ષિક વળતર આપશે.

NCDનું BSE પર લિસ્ટીંગ થશે

ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આગળ જતા ધિરાણ, ફાઇનાન્સ અને કંપનીના ઋણ પર મુદ્દલ અને વ્યાજની પુનઃચૂકવણી/આગોતરી ચુકવણી માટે (ઓછામાં ઓછા 75 ટકા) તથા બાકીના (25 ટકા સુધી) ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે. 13 ઓગસ્ટ, 2021ના રોજ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા સીક્યોર્ડ અને અનસીક્યોર્ડ એનસીડીનું લિસ્ટિંગ BSE પર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.