- મુકેશ અંબાણીએ કોવિડ -19 મહામારી વચ્ચે ન લીધો પગાર
- અંબાણીએ ગયા નાણાકીય વર્ષમાં મેળવ્યા હતા રૂપિયા 15 કરોડ
- નીતા અંબાણીને મળે છે દર બેઠકના રૂપિયા 8 લાખ
નવી દિલ્હી: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) લિમિટેડ પાસેથી કોઈ પગાર લીધો ન હતો.
કોરોના મહામારીને કારણે ન લીધો પગાર
તેઓએ કોરોના વાઈરસ (Covid-19)ની મહામારીના પ્રકોપને લઈને વ્યાપાર અને અર્થવ્યવસ્થાને અસર થવાને કારણે સ્વેચ્છાએ પોતાનો પગાર લીધો ન હતો.
આ પણ વાંચો:જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે
અંબાણીએ ગયા નાણાકીય વર્ષમાં મેળવ્યા હતા રૂપિયા 15 કરોડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21 માટે અંબાણી (Mukesh Ambani) નું મહેનતાણું 'શૂન્ય' હતું. ગયા નાણાકીય વર્ષમાં તેમને કંપની પાસેથી રૂપિયા 15 કરોડનો પગાર મેળવ્યો હતો, જે છેલ્લા 15 વર્ષથી સમાન સ્તરે રહ્યો હતો.
અંબાણીના પિતરાઈ ભાઈઓનું મહેનતાણું યથાવત
અંબાણીના પિતરાઇ ભાઇઓ નિખિલ અને હિતાલ મેસવાણીનું મહેનતાણું 24 કરોડ રૂપિયામાં યથાવત રહ્યું હતું પરંતુ આ વખતે તેમાં રુપિયા 17.28 કરોડનું કમિશન સામેલ છે.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.એમ.એસ પ્રસાદ અને પવનકુમાર કપિલના મહેનતાણામાં વધારો
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.એમ.એસ પ્રસાદ અને પવનકુમાર કપિલના મહેનતાણામાં વધારો થયો હતો. 2020-21માં પ્રસાદને 11.99 કરોડ રૂપિયા મળ્યા. પાછલા વર્ષમાં આ આંકડો 11.15 કરોડ રૂપિયા હતો. આવી જ રીતે કપિલનું મહેનતાણું રૂપિયા 4.04 કરોડથી વધીને 4.24 કરોડ થયું છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે
નીતા અંબાણીને મળે છે દર બેઠકના રૂપિયા 8 લાખ
અંબાણીની પત્ની નીતા (Nita Ambani)જે કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેને દરેક મીટિંગ માટે રૂપિયા 8 લાખ અને 1.65 કરોડનું કમિશન મળ્યું હતું. આ દરમિયાન બધા સ્વતંત્ર ડિરેક્ટરોને રૂપિયા 1.65 કરોડનું કમિશન અને 36 લાખ રૂપિયા સુધીની બેઠકના મળ્યા હતા.