ફોર્ચ્યુનની 2019ની 'બિઝનેસપર્સન ઓફ ધ યર'ની યાદીમાં મૂળ ત્રણ ભારતીયને જગ્યા મળી છે. જેમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા, માસ્ટરકાર્ડના CEO અજય બંગા અને અરિસ્ટાની પ્રમુખ જયશ્રીન ઉલ્લાલ સામેલ છે.
આ યાદીમાં સત્યા નડેલા પ્રથમ સ્થાને છે. અજય બંગા 8 અને જયશ્રી ઉલ્લાલ 18માં સ્થાનમાં છે.
ફોર્ચ્યુન ટેક્સની યાદીમાં બિઝનેસ જગતના 20 એવા દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે સાહસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યું, અસંભવ લાગતી પરિસ્થિતિઓનું સમાધાન કર્યું અને ઈનોવેટિવ સમાધાન શોધ્યું. યાદીમાં પ્રથમ સ્થાને નડેલા છે જે 2014માં માઈક્રોસોફ્ટના પ્રમુખ બન્યા હતા.
ફોર્ચ્યુને યાદી તૈયાર કરવા સમયે દસ નાણાકીય ક્ષેત્રમાં ધ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં શેર હોલ્ડરોના રિટર્નથી લઇને મૂડીનું રિટર્ન શામેલ છે. નડેલા અંગે ફોર્ચ્યુને લખ્યું કે, 2014માં જ્યારે તેમને કંપનીની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે તેઓનું બિલ ગેટ્સ જેવા સંસ્થાપક અને પૂર્વવર્તી સ્ટીવ બામર જેવું મોટું વ્યક્તિતિવ નહોતું.
આ યાદીમાં પર્થની કંપની ફોર્ટેસક્યૂ મેટલ્સ સમૂહની એલિઝાબેથ ગેન્સ બીજા સ્થાને અને પ્યૂમાના CEO બ્યોર્ન ગુલ્ડન પાંચમાં સ્થાને છે. જેપી મોર્ગન ચેઝના CEO જેમી ડિમોન 10માં, એક્સેંચરના CEO જૂલી સ્વીટ 15માં અને અલીબાબાના CEO ડેનિયલ ઝાંદ 16માં સ્થાને છે.