- રૂપિયા 2ની ફેસ વેલ્યુના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 1,000 –1033
- લઘુત્તમ બિડ 14 ઇક્વિટી શેરના લોટમાં અને પછી 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે
- ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 500 ગણી
અમદાવાદ: ડેટા એન્ડ ટેકનોલોજી ઉત્પાદનો અને પ્લેટફોર્મ્સ કંપની (data and technology products and platforms company) સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ પ્રોપ્રાઇટરી (C. E. Info Systems Limited) ડિજિટલ મેપ્સ એઝ એ સર્વિસ, સોફ્ટવેર એઝ એ સર્વિસ અને પ્લેટફોર્મ એઝ એ સર્વિસ તરીકે ઓફર કરી છે. તેમજ એફએન્ડએસ રિપોર્ટ મુજબ, ભારતની ડિજિટલ મેપ્સ (MapmyIndia), જીયોસ્પેતિયલ સોફ્ટવેર અને લોકેશન-આધારિત IOT ટેકનોલોજીસની અગ્રણી પ્રોવાઇડર છે. સી ઈ ઈન્ફો સિસ્ટમ લિમિટેડ ઇક્વિટી શેરના આઈપીઓ બિડ/ઓફર (ce info systems ltd equity share price) 9 ડિસેમ્બર, 2021ને ગુરુવારે ખૂલશે. બિડ/ઓફર 13 ડિસેમ્બર, 2021ને સોમવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ (offer price band equity per share price) રૂપિયા 1,000 – 1,033 નક્કી થઈ છે.
ઈક્વિટી શેરના વેચાણની ઓફર
કંપની IPO ઓફરમાં 1,00,63,945 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (offer to sell equity shares) સામેલ છે, જેમાં રશ્મિ વર્મા (વ્યક્તિગત વિક્રેતા શેરધારક)ના 42,51,044 ઇક્વિટી શેર, ક્વાલકોમ એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડના 27,01,407 ઇક્વિટી શેર (equity shares of asia pacific pvt ltd), ઝેનરિન કંપની લિમિટેડના 13,69,961 ઇક્વિટી શેર અને પરિશિષ્ટ એમાં ઉલ્લેખ કરેલી વ્યક્તિઓ દ્વારા 17,41,533 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.
35 ટકા હિસ્સો રીટેલ રોકાણકારો માટે
MapMyIndianના CEO રોહન વર્માએ જણાવ્યું હતું કે, સેબી ICDR નિયમનો મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (retail individual bidders)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
BSE અને NSE પર લિસ્ટિંગ થશે
ઓફરનો ઉદ્દેશ (1) વિક્રેતા શેરધારકોના 10,063,945 ઇક્વિટી શેરના વેચાણની ઓફર હાથ ધરવાનો અને (2) સ્ટોક એક્સચેન્જ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગ (listing of equity shares)નો ફાયદો મેળવવાનો છે. આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે.
આ પણ વાંચો: Stock Market India: બીજો દિવસ મંગળ સાબિત થયો, સેન્સેક્સ 886 પોઈન્ટ ઉછળ્યો
આ પણ વાંચો: Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા