ETV Bharat / business

LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો - Gas Cylinder price today

સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે.

73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો કરાયો વધારો

author img

By

Published : Aug 1, 2021, 2:07 PM IST

  • ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price) ના ભાવમાં ફરી વધારો થયો છે
  • મહિનામાં માત્ર કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે
  • જુલાઇ મહિનામાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરમાં 25.50 પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો

નવી દિલ્હી: મહિનાના પહેલા દિવસે સામાન્ય માણસના ખિસ્સા પર ફટકો પડ્યો છે. ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder Price) ના ભાવમાં ફરી વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડર(Gas Cylinder price today)ના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ મહિનામાં માત્ર કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઘરેલું રસોઇ ગેસની કિંમતો યથાવત છે. રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.

આ પણ વાંચો- LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ગયા મહિનાની જેમ જ રહેશે

ઉલ્લેખનિય છે કે, 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ગયા મહિનાની જેમ જ રહેશે. જુલાઇ મહિનામાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરમાં 25.50 પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા છે. આ સિવાય કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

19 કિલોના LPG સિલિન્ડરની નવી કિંમત

1 દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે.

2 કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા થઈ ગઈ છે.

3 ચેન્નઈમાં 73.50 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ સિલિન્ડરની કિંમત 1761 રૂપિયા થઈ ગઈ છે.

4 મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે.

14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત

1 દિલ્હીમાં સિલિન્ડર દીઠ રૂપિયા 834.50

2 કોલકાતામાં 861 રૂપિયા પ્રતિ સિલિન્ડર

3 મુંબઈમાં 834.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર

4 ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર

આ રીતે તમે ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો

તમે સરકારી તેલ કંપનીઓની વેબસાઇટ પર ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો. ઉલ્લેખનિય છે કે, દરેક મહિનાના પહેલા દિવસે કંપનીઓ ગેસ સિલિન્ડરના દર અપડેટ કરે છે. તમે IOCL ની સત્તાવાર લિંક https://iocl.com/Products/IndaneGas.aspx) પરથી ભાવ ચકાસી શકો છો.

આ પણ વાંચો- Petrol Diesel and CNG Price Hike: આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો

હવે જાતે પસંદ કરો તમારા પોતાનો ડિસ્ટ્રીબ્યૂટર

રસોઇ ગેસ ગ્રાહકો (LPG customers) ને એલપીજી રિફિલ માટે તેમના પોતાના ગેસ વિતરક પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી રહી છે. હાલમાં ગ્રાહકો નિયુક્ત વિતરક પાસેથી જ ગેસ સિલિન્ડર ભરી શકે છે. હાલમાં, આ સુવિધા માત્ર કેટલાક શહેરોમાં શરૂ કરવામાં આવી છે. બાદમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. યોજનાના પ્રથમ તબક્કામાં આ સુવિધા ચંદીગઢ, કોઈમ્બતુર, ગુરુગ્રામ, પુણે અને રાંચીના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.