ETV Bharat / business

કોટક બેન્ક પર કોરોનાનો માર, 25 લાખથી વધુના પગારદારની 10 ટકા સેલેરી ઘટાડી - સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ)

કોટક બેન્કે પોતોના કર્મચારીઓને એક સંદેશો મોકલ્યો છે. જેમાં કહ્યું કે, વાર્ષિક 25 લાખ રૂપિયાથી વધુના પેકેજવાળા કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે આ નિર્ણય કોરોના વાઈરસ સંકટથી સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે.

Kotak Mahindra Bank
કોટક બેન્ક પર કોરોનાનો માર
author img

By

Published : May 7, 2020, 6:46 PM IST

મુંબઇ: ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્કે વાર્ષિક 25 લાખ રૂપિયાથી વધુના પેકેજવાળા કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે આ નિર્ણય કોરોના વાઇરસ સંકટથી સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે. થોડા અઠવાડિયા પહેલા બેન્કના ઉચ્ચ મેનેજમેન્ટ અધિકારીઓએ 2020-21 માટેના પગારમાં 15 ટકા સ્વૈચ્છિક ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

મહત્વનું છે કે, કોરોના વાઇરસના સંકટથી અર્થતંત્ર પર ખરાબ પ્રભાવ પડ્યો છે. જેથી જ ઘણા કોર્પોરેટ હાઉસે કર્માચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે અને કેટલાક કર્મચારીઓને છૂટા પણ કરી દીધા છે. કોરોનાએ અસંગઠિત ક્ષેત્રે સૌથી વધુ નુકસાન કર્યું છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ)ના એક અહેવાલ મુજબ, દેશમાં બેરોજગારીનો દર 3 મેના સપ્તાહમાં 27 ટકા પર પહોંચી ગયો છે. કોટક જૂથના એચ આર સુખીજિત એસ. પસરિચાએ કર્મચારીઓને એક સંદેશો મોકલ્યો છે. જેમાં કહ્યું કે, શરૂઆતમાં આ સ્થિતિ બેથી ત્રણ મહિના સુધીની જ દેખાતી હતી, પરંતુ હવે તે રોગચાળામાં ફેરવાઈ ગઈ છે અને લોકોના જીવન અને આજીવિકા પર તેની ગંભીર અસર પડી રહી છે.

પસરિચાએ કહ્યું કે, હાલની પરિસ્થિતિથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ રોગચાળો જલદીથી દૂર થવાનો નથી. પગાર ઘટાડવાનો નિર્ણય ધંધાને બચાવવા માટે લેવામાં આવ્યો છે. આ પગાર ઘટ મે 2020થી લાગુ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.