ETV Bharat / business

જાણો કયા 3 વિભાગોને મળ્યા સૌથી વધુ FDI પ્રસ્તાવ, મોટાભાગના પ્રસ્તાવ આ 2 દેશોથી આવ્યા - FDI પ્રસ્તાવ

સરકારને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી, ઉદ્યોગ અને આંતરિક વેપાર તથા ભારે ઉદ્યોગો જેવા 3 વિભાગોમાં પ્રત્યેક્ષ વિદેશી રોકણ (FDI)ના સૌથી વધારે પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ એ દેશોથી મળ્યા છે જેમની સરહદ ભારતની સાથે અડીને આવી છે. એક અધિકારીએ આ જાણકારી આપી.

મોટાભાગના પ્રસ્તાવ આ 2 દેશોથી આવ્યા
મોટાભાગના પ્રસ્તાવ આ 2 દેશોથી આવ્યા
author img

By

Published : Sep 20, 2021, 3:50 PM IST

  • પાડોશી દેશોએ વિદેશી રોકાણ માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી
  • ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાંમાર અને અફઘાનિસ્તાને મંજૂરી લેવી જરૂરી
  • 3 વિભાગોમાં FDI માટેના સૌથી વધારે પ્રસ્તાવ મળ્યા
  • મોટાભાગના વિદેશી રોકાણ પ્રસ્તાવ ચીન અને હોંગકોંગથી આવ્યા

નવી દિલ્હી: સરકારે કોવિડ-19 મહામારી બાદ એપ્રિલ, 2020માં ઘરેલૂ કંપનીઓના 'તકવાદી' અધિગ્રહણ પર ગાળિયો કસવા માટે ભારતની સાથે જેમની સરહદ આવેલી છે તેવા વિદેશી રોકાણ પર પૂર્વ મંજૂરી ફરજિયાત કરી દીધી હતી.

ભારતની સરહદને અડીને આવેલા દેશોએ FDI માટે મંજૂરી લેવી જરૂરી

ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાંમાર અને અફઘાનિસ્તાન જેવા દેશ ભારતની સરહદથી જોડાયેલા છે. સરકારના નિર્ણય પ્રમાણે આ દેશોથી પ્રાપ્ત FDI પ્રસ્તાવોને ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે.

15 જૂન સુધી FDI 40થી વધારે પ્રસ્તાવ પેન્ડિંગ હતા

અધિકારીએ જણાવ્યું કે, આ 3 પ્રમુખ વિભાગો ઉપરાંત નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ્સ વિભાગને પણ આ દેશોથી FDIના પ્રસ્તાવ મળ્યા છે. સરકાર પાસે આ નિર્ણય હેઠળ આ વર્ષે 15 જૂન સુધી ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ તથા ભારે ઉદ્યોગ મંત્રાલયની પાસે FDI 40થી વધારે પ્રસ્તાવ પેન્ડિંગ હતા.

એપ્રિલ-જૂન દરમિયાન 17.6 અબજ ડૉલરનું FDI મળ્યું

આમાંથી મોટાભાગના વિદેશી રોકાણ પ્રસ્તાવ ચીન અને હોંગકોંગથી આવ્યા છે. આ ઉપરાંત નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશે પણ કેટલીક અરજીઓ જમા કરાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના ચાલૂ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળા દરમિયાન 17.6 અબજ ડૉલરનું FDI પ્રાપ્ત થયું છે.

વધુ વાંચો: મોદી સરકારના મોટા નિર્ણય, ટેલીકોમ સેક્ટરમાં 100% FDI, ઑટો સેક્ટર માટે PLI સ્કીમને પણ મંજૂરી

વધુ વાંચો: ભારતને 10 મહિનામાં મળ્યું 72 બિલિયન ડોલરનું FDI

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.