નવી દિલ્હી: આ રિચાર્જનો ભાવ 251 રૂપિયા છે. Jioના આ રિચાર્જને ‘Work From Home Pack’ નામ આપવામાં આવ્યું છે. જિયો રિચાર્જ પ્રમામે 251 રૂપિયાના આ પેકમાં ગ્રાહકોને દરરોજને 2GB ડેટા મળશે. આ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટી જશે અને 64kbpsની સ્પીડ સાથે યૂઝર્સ ઈન્ટરનેટનો યૂઝ કરી શકે.
આ પેકની વેલિડિટી 51 દિવસ છે. જોકે આ પેકમાં કંપનીઓ વોઈસ કોલ અને એસએમએસની સુવિધા આપી નથી. ઉલ્લેખનીય છે કે, હાલ તમામ કોર્પોરેટ કંપનીઓ, ઓફિસ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ માટે પ્રોત્સાહિત કરી રહી છે.
આ પહેલા રિલાયન્સ જિયોએ પસંદગીના ડેટા વાઉચર પ્લાન અપગ્રેડ કર્યા હતા. જેમાં મોટાભાગના ડેટા અને બીજા નેટવર્ક પર ફ્રી વોઇસ કોલની ઓફર આપવામાં આવી હતી. 4G ડેટા વાઉચરને જિયો ગ્રાહક તેમની પાસે કોઈપણ એક્ટિવ પ્લાન હોય ત્યારે જ રિચાર્જ કરાવી શકે છે.
જિયો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમને બમણો ડેટા-બૂસ્ટર તરીકે મળશે. જો તમારું પહેલાથી કોઈ પેક ચાલી રહ્યું છે અને તેનો ડેઈલી હાઇસ્પીડ ડેટા ખર્ચ થઈ જાય છે તો આ પેકનો ઉપયોગ કરી શકો છો.