- જિંદાલ સ્ટેઈનલેસ લિમિટેડ (JSL) એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ફરી લાભકારક બન્યુ
- આવકમાં નોંધપાત્ર વૃદ્ધિને પગલે રૂપિયા 271.42 કરોડનો ચોખ્ખો નફો થયો છે
- ઓડિશાના જાજપુર યુનિટમાં ક્ષમતા બમણી કરવા 2,150 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
નવી દિલ્હી: જિંદાલ સ્ટેઈનલેસ લિમિટેડ (JSL) એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ફરી લાભકારક બન્યુ અને તેની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ પાછળ રૂપિયા 271.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો. સ્ટેઇનલેસ સ્ટીલ ઉત્પાદકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવિ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના જાજપુર (odisha) યુનિટની ક્ષમતાને વાર્ષિક 20.1 લાખ ટન કરવા માટે રૂપિયા 2,150 કરોડના રોકાણ યોજનાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો- ટાટા સ્ટિલ કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે
એપ્રિલ-જૂન 2021 માં કંપનીનો ખર્ચ રૂપિયા 3,433.27 કરોડ રહ્યો
એક વર્ષ પહેલા આજ ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂપિયા 86.50 કરોડનું નુકસાન થયું હતું. કંપનીએ કહ્યું કે, એપ્રિલ-જૂન 2021 ના ત્રિમાસિક ગાળામાં તેની કુલ આવક એપ્રિલ-જૂન 2020ના રૂપિયા 1,271.25 કરોડથી વધીને 3,850.89 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એપ્રિલ-જૂન 2021 માં કંપનીનો ખર્ચ રૂપિયા 3,433.27 કરોડ રહ્યો છે, જે એક વર્ષ અગાઉ 1,410.04 કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચો- દેશ મોટી સ્ટીલ કંપની TATA સ્ટીલને 113 વર્ષ પૂર્ણ, TATAથી ભારતમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ
18 મહિનામાં અમારી ક્ષમતાને બમણી કરીશું: અભ્યુદય જિંદલે
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં, જેએસએલના મેનેજિંગ ડિરેક્ટર અભ્યુદય જિંદલે કહ્યું, “નજીકના ભવિષ્ય માટેની અમારી યોજનાઓ આજે સામે આવી છે; અમે આવતા 18 મહિનામાં અમારી ક્ષમતાને બમણી કરીશું. આ વિસ્તરણ વિવિધ માર્કેટ સેગમેન્ટમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ઉત્પાદનો પહોંચાડવાની અમારી ક્ષમતામાં વધારો કરશે. માહામારીની સ્થિતિમાં સુધારો, આંતરિક કાર્યક્ષમતા, ભાવિ વિસ્તરણ યોજનાઓ સાથે જેએસએલ તેના શેરધારકો માટે મૂલ્યવર્ધન કરશે.