અદાણી ગેસ લીમિટેડને સીટી ગેસ વિસ્તારમાં નવા 13 ભૌગોલિક વિસ્તાર સહિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે મળીને વધુ નવ ભૌગોલિક વિસ્તાર મળીને કુલ 22 ભૌગોલિક વિસ્તાર માટે કેન્દ્રના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા થયેલા સીજીડી બિડિંગમાં નવમાં રાઉન્ડમાં પ્રાપ્ત થતા દેશની સીજીડી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની ગઈ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તથા અદાણી ગેસ લીમિટેડ દ્વારા 10 શહરોમાં વાહનો માટે CNG તથા ઘરોમાં પાઇપ લાઇનો દ્વારા પ્રાકૃતિક ગેસ પહોંચાડવા માટે તમામ સુવિધાઓ કરશે જે માટે તે 9600 કરોડ રૂપિયાનો નિવશે કરશે. આ બન્ને કંપનીઓ દ્વારા CGD પરિયોજના માટે 2013માં 50-50 ટકા ભાગીદારી કરવામાં આવશે.