નાણા મંત્રાલયે નાણાંકીય વર્ષ 2018-19માં PF પર વ્યાજ દર વધારીને 8.65 ટકા કરવાની દરખાસ્તનો વિરોધ કરીને આ નિર્ણય પર ફેરવિચાર કરવા કહ્યું હતું. પણ નાણા મંત્રાલયનો વિરોધ એવા સમયે આવ્યો છે કે, જ્યારે બેંકો બેંક ફંડિંગના ઉંચા પડતરને કારણે લોન પર વ્યાજ દર ઘટાડવાની ના પાડી રહી છે. સાથે તે જમા રકમ પર પણ વધુ વ્યાજ આપી રહી નથી.
બેંકોની દલીલ છે કે, PF જેવી નાની બચત યોજનાઓ અને EPFO તરફથી ઊંચા વ્યાજ દર આપવાને કારણે લોકો તેમની પાસે જમા રકમ કરાવશે નહીં. જેથી તેમને ફંડ એકઠું કરવાની સમસ્યા સર્જાશે. અત્રે નોંધનીય છે કે, નાણાંકીય વર્ષ 2017-18માં PF પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.