ETV Bharat / business

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધતું રોકાણ અર્થતંત્રમાં ગતિ લાવી શકે છે: RBI ગવર્નર

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કૃષિમાં તાજેતરના સુધારાને કારણે આ ક્ષેત્રમાં નવી તકો ખૂલી છે. તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્ર આકર્ષણનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતને આવી નીતિઓની જરૂર છે જેથી કૃષિ ક્ષેત્રની આવક સતત વધતી રહે.

RBI ગવર્નર
RBI ગવર્નર
author img

By

Published : Jul 27, 2020, 4:34 PM IST

નવી દિલ્હી: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કોરોના વાઇરસ રોગચાળાની અસરથી પીડિત અર્થતંત્રમાં પ્રવૃત્તિઓ વધારવા માટે માળખાગત સુવિધાઓમાં રોકાણ વધારવા પર ભાર મૂક્યો છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) ના એક કાર્યક્રમમાં ઉદ્યોગને સંબોધન કરતા દાસે કહ્યું કે માળખાગત ક્ષેત્રના વિકાસમાં વ્યાપક રોકાણની જરૂર છે અને જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેએ આમાં મહત્વની ભૂમિકા નિભાવવી પડશે.

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કૃષિમાં તાજેતરના સુધારાને કારણે આ ક્ષેત્રમાં નવી તકો ખૂલી છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્ર આકર્ષણનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતને આવી નીતિઓની જરૂર છે જેથી કૃષિ ક્ષેત્રની આવક સતત વધતી રહે.

વિદેશી ચલણ વિનિમય દર અંગે દાસે કહ્યું કે આ માટે રિઝર્વ બેન્કનું કોઈ નિશ્ચિત લક્ષ્ય નથી, પરંતુ જ્યારે પણ તેમાં બિનજરૂરી વધારો થશે ત્યારે રિઝર્વ બેન્ક તેના પર નજર રાખશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.