મુંબઇ: કોરોના વાઇરસના સંક્રમણ અને તેના રોકવા માટે લૉકડાઉનને કારણે, ભારતનો આર્થિક વિકાસ દર નાણાકીય વર્ષ 2020-21માં ઘણા દાયકાના નીચા સ્તરે 1.6 ટકા સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સેશે અનુમાન લગાડ્યું હતું.
કોરોના વાઇરસ સંકટ પહેલા પણ નરમાઈને કારણે દેશના આર્થિક વિકાસ દરને ઘટાડીને નાણાકીય વર્ષ 2019-20માં પાંચ ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. માહામારી પછી આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ છે.
ગોલ્ડમેને અગાઉ 22 માર્ચે અનુમાન લગાડ્યું હતું કે, વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર 3.3 ટકા રહેશે. હવે તેણે તે ઘટાડીને 1.6 ટકા કરી દીધો છે. અહેવાલ મુજબ, આ વખતે પરિસ્થિતિ 1970 અને 1980 અને 2009 ની સરખામણીએ વધુ ખરાબ છે.