ETV Bharat / business

Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો - શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી

અદાણી ગ્રુપે (Adani Group) કોલંબો પોર્ટ પર WCT વિકસાવવા માટે તેના સ્થાનિક ભાગીદાર જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એક આધિકારિક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો

author img

By

Published : Oct 1, 2021, 1:53 PM IST

  • Adani Groupને મળી સફળતા
  • કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ વિકસાવવા સોદો નક્કી કર્યો
  • જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યાં

કોલંબો: ભારતના અદાણી ગ્રુપે (Adani Group) ગુરુવારે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી (SLPA) સાથે વ્યૂહાત્મક કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ વિકસાવવા અને ચલાવવા માટે સોદો કર્યો હતો. શ્રીલંકામાં પ્રથમ ભારતીય પોર્ટ ઓપરેટર તરીકે અદાણી ગ્રુપની બંદરના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (ડબ્લ્યુસીટી) માં 51 ટકા હિસ્સો ધરાવશે. અદાણી ગ્રુપે કોલંબો પોર્ટ પર WCT વિકસાવવા માટે તેના સ્થાનિક ભાગીદાર જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

બે સ્થાનિક કંપનીઓનો હિસ્સો

બે સ્થાનિક સંસ્થાઓ વેસ્ટ કન્ટેનર ઇન્ટરનેશનલ ટર્મિનલ નામની નવી સંયુક્ત કંપનીનો 34 અને 15 ટકા હિસ્સો ધરાવશે. કોલંબો બંદર ભારતીય કન્ટેનર અને મુખ્ય લાઇન જહાજ સંચાલકોના પરિવહન માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતું પ્રાદેશિક હબ પૈકીનું એક છે, જેમાં કોલંબોના 45 ટકા ટ્રાન્શિપમેન્ટ વોલ્યુમ ભારતમાં (Adani Group) અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ટર્મિનલમાંથી ઉદ્ભવે છે અથવા નિયત છે.

ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ માટે પહેલાં થયું હતું આ કામ

APSEZ ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે અને દેશની કુલ પોર્ટ ક્ષમતાના 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રીલંકાએ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) પર ભારત અને જાપાન સાથે 2019માં હસ્તાક્ષર કરેલા અગાઉના સમજૂતીપત્રને પાછો ખેંચવાનો નિર્ણય કર્યા પછી WCT દરખાસ્ત આવી હતી. શ્રીલંકન રાજ્યની માલિકીની એસએલપીએએ (SLPA) અગાઉની સિરિસેના સરકાર દરમિયાન ઇસીટી વિકસાવવા માટે મે 2019માં ભારત અને જાપાન સાથે સહયોગના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

કોલંબો પોર્ટના ટ્રેડ યુનિયનો વિરોધ હતો

કોલંબો પોર્ટ ટ્રેડ યુનિયનોએ ભારત અને જાપાનના રોકાણકારોના ઇટીસીમાં 49 ટકા હિસ્સો ખરીદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેઓએ ECT ​​ને SLPA ની માલિકીની 100 ટકા રાખવાની માગ કરી હતી, જે 51 ટકાની વિરુદ્ધ છે. ટ્રેડ યુનિયનોના દબાણ હેઠળ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે આ સોદો રદ કરવા સંમત થયાં હતાં અને ભારત અને શ્રીલંકાને તેની અને જાપાન સાથેની ત્રિપક્ષીય ડીલ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પાલન કરવાની માગણી કરવા માટે પ્રેરિત કર્યાં હતાં.

જાપાને પણ આંતરરાષ્ટ્રીય કરારનું સમર્થન કર્યું હતું

ભારત અને જાપાન બંનેએ આંતરરાષ્ટ્રીય કરારને એકતરફી રીતે નકારવા બદલ શ્રીલંકા સામે વાંધો ઉઠાવ્યો હતો અને જાપાને પણ શ્રીલંકાની સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભારત અને જાપાન ચાર ભારત-પ્રશાંત રાષ્ટ્રોના "ક્વાડ" અથવા ચતુર્ભુજ ગઠબંધનના સભ્યો છે જેમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. ચાર દેશોએ 2017માં ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક દબાણનો સામનો કરવા માટે 'ક્વાડ' ની સ્થાપનાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને આકાર આપ્યો હતો.

શ્રીલંકાના પોર્ટ બિઝનેસમાં ચીનનો હાથ ઉપર છે

શ્રીલંકામાં તેના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલના ભાગરૂપે ચીનના પ્રભાવમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સમાં આગળ વધી રહ્યો છે. ચીને શ્રીલંકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 8 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે. કોલંબોએ ઋણ સ્વરુપે 2017માં તેનું હમ્બનટોટા બંદર બેઇજિંગને સોંપ્યું હતું.

આ પણ વાંચોઃ Adani became the second richest man in Asia : તેમની સંપત્તિમાં દરરોજ 1000 કરોડ રૂરીયા નો વધારો થયો!

આ પણ વાંચોઃ QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.