નવી દિલ્હી: યસ બેન્કની કટોકટીની ચિંતા વચ્ચે બેન્કિંગ ક્ષેત્રના સ્વાસ્થ્ય અંગે ચિંતા વચ્ચે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે રવિવારે કહ્યું હતું કે, ભારતીય બેન્કોમાં મૂડીનો આધાર સારો છે અને તેને લઇને ડરવાની જરૂર નથી.
તેમણે વધુમાં કહ્યું કે, બજારના મૂડીકરણ (શેરના બજાર મૂલ્ય અનુસાર બેન્કની સ્થિતિ) અને થાપણોનું ગુણોત્તર આધારિત બેન્કના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ યોગ્ય નથી.
સુબ્રમણ્યમ તેમના કાર્યાલયમાં પત્રકારોને કહ્યું કે, "હું કહેવા માંગુ છું કે એમ-કેપ (માર્કેટ કેપિટલાઇઝેશન) રેશિયો બેન્કોની સલામતીનું મૂલ્યાંકન કરવા માટેનું ખોટું ધોરણ છે. કોઈપણ બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અથવા બેન્કિંગ રેગ્યુલેટર આ આકારણીનો ઉપયોગ કરતું નથી."
યસ બેન્કમાં નાણાકીય કટોકટી બાદ, તેમાં જમા કરાયેલા ભંડોળની ઉપાડ નિયંત્રણમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, RBI ગવર્નર શક્તિકાંત દાસ અને મુખ્ય આર્થિક સલાહકાર સહિતના ઉચ્ચ સરકારી અધિકારીઓએ સંબંધિત થાપણદારો અને રોકાણકારોને આશ્વાસન આપવા નિવેદનો આપ્યા છે.
તેમણે કહ્યું, બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો અને નિયમનકારો બેન્કની મૂડી અને તેમના વજનવાળા જોખમ સંપત્તિ (લોન)ના ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે, 8 ટકા CRAR રેશિયો આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સુરક્ષિત મૂડી પર આધાર છે.
તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે ભારતીય બેન્કિંગ માટે 9 ટકા CRAR ફરજિયાત કર્યું છે. તેમણે કહ્યું કે તેની સરખામણી કરવામાં આવે તો પણ, આપણી બેન્કોની મૂડી આધાર મૂડી પર્યાપ્તતા માટે સલામત માનવામાં આવતી મૂડી કરતા 60 ટકા વધુ છે જે ખૂબ મહત્વનું છે.
તેમણે કહ્યું કે, આ સાથે સરકારે થાપણો માટેની વિમા રકમ વધારીને 5 લાખ કરી દીધી છે. જેમાં મોટાભાગના થાપણદારોની રકમ આવરી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, તેથી કોઈના માટે પણ હેરાન થવાની જરૂર નથી.