નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે, ભારતના હાઇવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓને સામેલ નહીં કરે. જો કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં.
ગડકરીએ જણાવ્યું કે, કોઇ ચાઇનીઝ કંપની જોઇન્ટ વેન્ચર કરી હાઇવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ તેને રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, MSME સેક્ટરમાં ચાઇનીઝ રોકાણકારોને મહત્વ નહીં મળે. ગડકરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક જ સમયમાં પોલિસી બહાર પાડશે જેના આધારે ચાઇનીજ કંપનીઓનોના પ્રવેશ બંધ થશે અને ભારતીય કંપનીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે. નવા નિયમો થકી હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને વધારે તક આપવામાં આવશે. આ માટે હાઇવે સેક્રેટરી અને NHAIની એક બેઠક પણ યોજાશે, જેમાં ટેન્ડર મુદ્દે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ નોર્મ્સ સરળ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે.
તેમણે આ અંગે વિગતવાર સમજાવ્યું કે, 'જો કોઈ કોન્ટ્રાક્ટર કંપની નાના પ્રોજેક્ટ માટે પસંદ કરવાની ક્ષમતા ધરાવે છે, તો તે મોટા પ્રોજેક્ટ્સ માટે પણ પાત્ર થઈ શકે છે. બાંધકામ સંબંધિત નિયમો યોગ્ય નથી, તેથી મેં તેમને બદલવાની વાત કરી છે. જેથી અમે ભારતીય કંપનીઓને પ્રોત્સાહિત કરી શકીએ. તેમણે કહ્યું કે, આ નિયમોમાં ફેરફાર એવી રીતે કરવામાં આવશે કે સ્થાનિક કંપનીઓએ કોઈ વિદેશી ભાગીદાર ન કરવી પડે.
ગડકરીએ કહ્યું કે જો કોઈ કંપની ચીની કંપની સાથે ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને ડિઝાઇન માટે જોઇન્ટ વેન્ચર રચે છે, તો અમે તેને કામ કરવાની મંજૂરી આપીશું નહીં. MSME ક્ષેત્ર વિશે ગડકરીએ કહ્યું કે એક તરફ આપણે સ્થાનિક ઉત્પાદનની ક્ષમતા વધારવી પડશે. બીજી બાજુ, વિદેશી રોકાણોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ તે સ્પષ્ટ છે કે વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવાના નિર્ણય છતાં અમે ચિની રોકાણકારોને મંજૂરી આપીશું નહીં.
ગલવાનમાં ચીની સેનાના ઘાતકી હુમલા બાદ #BoycottChina અભિયાન હેઠળ સૌપ્રથમ ભારતીય રેલવેએ ચીની કંપનીઓના 471 કરોડના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા હતા.
બંને તરફથી મુદ્દાઓને ઉકેલવા માટે મીટિંગો ભલે થતીં હોય પણ એવુ દેખાતુ નથી, જેવુ થવુ જોઈએ. નિષ્ણાંતોનું માનવુ છે કે,આવુ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ત્યાર બાદ આ સરોવર જમા થઈ જશે એટલે કે, ઠંડી પડશે અને ત્યાં સેનાની તૈનાતી ઓછી થઈ જશે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા 6 અઠવાડીયાથી વાતચીતનો દૌર ચાલી રહ્યો છે. જો કે, ચીની જવાનો પાછળ હટવાનુ નામ નથી લેતા.
ગલવાનમાં પેટ્રોલ પોઈન્ટ 14 પાસે પણ પેગોંગ સરોવર અને ફિંગર એરિયામાં પણ ચીનના જવાનોની સંખ્યા વધી ગઈ છે. ફિંગર 8 વિસ્તારમાં પણ પોતાના વહીવટી બેઝ તૈયાર કરી રાખ્યા છે. જ્યાં ભારે વાહનો અને મોટી સંખ્યામાં હોડી તૈયાર રાખી છે.