વિશ્વ બેન્કમાં ડેવલપમેન્ટ ઈકોનોમિક્સના ડાયરેક્ટર સિમિયોન જાનકોવના મતે ભારત ત્રીજી વખત ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કમાં સુધારાની બાબતમાં મોખરાના 10 સ્થાનમાં સામેલ થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ બિઝનેસમાં ભારત 77માં સ્થાન પર હતું, વર્ષ 2017 માં ભારતનો રેન્ક 100મો હતો અને વર્ષ 203-14 માં 142માં રેન્ક પર હતું. જેથી ભારતે 6 વર્ષમાં 79 સ્થાનનો સુધારો કર્યો છે.
ભારત ઉપરાંત આ વર્ષે સૌથી વધારે પ્રગતિ કરતા 10 રાષ્ટ્રોમાં સાઉદી અરેબિરયા-32, જોર્ડન-75, ટોગો-97, બહરીન-97, તઝાકિસ્તાન-106, પાકિસ્તાન-108, કુવૈત-83, ચીન-31 અને નાઇઝિરિયા-131 નો સમાવેશ થાય છે.