ETV Bharat / business

કોવિડ-19 સામે ભારતે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ - unemployment

કોવિડ-19 સામેની ભારતની લડાઇ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. અગાઉના 21 દિવસના લોકડાઉન બાદ 130 કરોડ લોકોને પોતાના ઘરોમાં પૂરી રાખતા ઐતિહાસિક લોકડાઉનને વધુ 19 દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે.

કોવિડ-19 સામે ભારતે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ

author img

By

Published : Apr 17, 2020, 12:01 AM IST

કોવિડ-19 સામેની ભારતની લડાઇ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. અગાઉના 21 દિવસના લોકડાઉન બાદ 130 કરોડ લોકોને પોતાના ઘરોમાં પૂરી રાખતા ઐતિહાસિક લોકડાઉનને વધુ 19 દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવે પછીના સપ્તાહ દરમિયાન દેશને પડકાર યુક્ત સમયનો સામનો કરવો પડશે.

કોવિડ-19 સામે ભારતે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ
કોવિડ-19 સામે ભારતે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ

તેમ છતાં કેટલીંક શરતો સાથે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. લોકડાઉન શરૂ થયું ત્યારે પ્રથમ દિવસે કોરોના વાઇરસનો ચેપ લાગ્યાની સંખ્યાં 523 હતી. જે આજના દિવસે વધીને 11,000 પર પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે સ્વિકાર્યું હતું કે આ વાઇરસને નાથવા અગાઉથી જ લેવાયેલા પગલાં કોઇ પણ જાતની આરોગ્યની કટોકટી વિના એકદંરે લાભદાયી નિવડ્યા છે.

કેરળ અને ગોવામાં નવા કોઇ કેસ નોંધાયા ન હોવાથી સ્થિતિ થોડી આશાસ્પદ બની છે, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને રાજસ્થાનની સ્થિતિ અત્યંત કફોળી છે. આ કોરોના વાઇરસની સાંકળને તોડવા કટિબંદ્ધ થયેલી રાજ્ય સરકારોએ રેડ ઝોન અને હોટસ્પોટ જેવા વિસ્તારો જાહેર કરીને કોરોના સામે ખરા અર્થમાં જંગ શરૂ કર્યો છે.

વડાપ્રધાનની સાથે વીડિયો કોન્ફરન્સ વખતે લોકડાઉનને વધારવાની તરફેણ કરનારા મોટાભાગના રાજ્યોએ હાલ અનુભવાય રહેલાં નાણાંકીય પડકારોની આકરી ટીકા કરી છે. સળંગ લોકડાઉનના પગલે દારૂણ ગરીબીમાં આવી ગયેલા લોકોના જીવનની અને તેઓના જીવન નિર્વાહ બાબતે મોદીએ વધુ ધ્યાન આપવું જોઇએ.

હાલ સમસ્ત વિશ્વનું અર્થતંત્ર પડી ભાંગ્યુ છે જે આપણને એક મહા મંદીની યાદ અપાવી રહ્યું છે. કૃષિ અને સેવા ક્ષેત્ર તથા તેની સાથે સંકળાયેલા અન્ય તમામ ઉદ્યોગો હાલ તદ્દન ઠપ થઇ ગયા હોઇ ઇ-જગત (ઓનલાઇન વેપાર કરતી કંપનીઓનું)ના અર્થતંત્ર પર 86 ટ્રિલિયન અમેરિકન ડોલરની આર્થિક કટોકટી તોળાઇ રહી છે. ગરીબી, બેરોજગારીને દૂર કરવા અને અર્થતંત્રને બેઠું કરવા વિશ્વભરના દેશોએ 12 ટ્રિલિયન ડોલરના આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

અલબત્ત મોદી સરકારે પણ રૂપિયા 1.70 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે પરંતુ તે રકમ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ની તુલનાએ ફક્ત 0.8 ટકા જેવી નજીવી છે. ત્રણ સપ્તાહના લોકડાઉનના કારણે દેશને 9 લાખ કરોડનું જંગી નુકસાન થયું છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલે કહ્યું હતું કે રિયલ એસ્ટેટ ઉદ્યોગને રૂપિયા 1 લાખ કરોડનું માતબર નુકસાન થયું છે.

કેન્દ્રિય પ્રધાન ગડકરીએ પણ સ્વિકાર્યું હતું કે આ રોગચાળામાં સૌથી વધુ MSME (લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો)ને અસર થઇ છે. ઓછી મહેસૂલી આવકનો સામનો કરી રહેલી રાજ્ય સરકારો જો પગારમાં કાપ જાહેર કરતી હોય તો નુકસાન કરતી ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને કેવી રીતે માસિક પગાર આપી શકશે.

ભારતમાં 87 ટકા સંગઠનો બિનસંગઠીત ક્ષેત્રોના છે, અને દેશના કુલ માનવ શ્રમના 90 ટકા લોકો પણ બિનસંગઠીત ક્ષેત્રોમાં કામ કરે છે. હવે તેઓનો જીવનનિર્વાહ પડી ભાંગવાને આરે આવીને ઉભો છે ત્યારે કેન્દ્ર સરકારે સત્વરે જવાબદારીપૂર્વકનાં પગલાં લેવા જોઇએ. રવિ પાકની સિઝન વખતે જ ત્રાટકેલા આ રોગચાળાના કારણે દેશ પર અનાજની કટોકટી તોળાઇ રહી છે.

ફિક્કી જેવી સંસ્થાઓ અને અન્ય અર્થશાસ્ત્રીઓ આપેલા સૂચનો ઉપર કેન્દ્ર સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઇએ અને તદઅનુસાર પગલાં લેવાં જોઇએ. દેશને ટુકડેટુકડાં થઇ જતો અટકાવવા સરકારે યોગ્ય વ્યૂહરચનાનો અમલ શરૂ કરી દેવો જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.