ETV Bharat / business

વિદેશી રોકાણકારો માટે ભારત બન્યું આકર્ષણનું કેન્દ્ર, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ થયું - જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસીઝના મુખ્ય રોકાણકાર રણનીતિકાર વી. કે. વિજયકુમાર

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારતીય બજારોને લઈને FPIનું લાંબાગાળાનું પરિદ્રશ્ય સકારાત્મક છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર, વિદેશી રોકાણકારોનું શુદ્ધ રોકાણ 21,875 કરોડ રૂપિયા થયું છે.

વિદેશી રોકાણકારો માટે ભારત બન્યું આકર્ષણનું કેન્દ્ર, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ થયું

author img

By

Published : Sep 27, 2021, 3:59 PM IST

  • ભારતીય બજારોને લઈને FPIનું લાંબાગાળાનું પરિદ્રશ્ય સકારાત્મક છે
  • FPIએ સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
  • ભારતીય શેર બજારમાં જોવા મળતી તેજી સહિત અન્ય મુદ્દાઓથી વિદેશી રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાં 21,875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારતીય બજારોને લઈને FPIનું લાંબાગાળાનું પરિદ્રશ્ય સકારાત્મક છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર, 1થી 23 સપ્ટેમ્બર દરમિયાન FPIએ શેર્સમાં 13,536 કરોડ રૂપિયા અને દેવું કે બ્રાન્ડ બજારમાં 8,339 કરોડ રૂપિયા નાખ્યા છે. આ રીતે તેમનું શુદ્ધ રોકાણ 21,875 કરોડ રૂપિયા થયું છે.

ઓગસ્ટમાં ભારતીય બજારોમાં FPIએ 16,459 કરોડ રૂપિયા રોક્યા

ઓગસ્ટમાં ભારતીય બજારોમાં FPIનું શુદ્ધ રોકાણ 16,459 કરોડ રૂપિયા રહ્યું હતું. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિએટ નિર્દેશક (સંશોધન) હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ભારતીય શેર બજારમાં તેજી, લાબાંગાળાના સકારાત્મક પરિદ્રશ્ય, આર્થિક રિકવરીની સંભાવના અને કંપનીઓની આવકમાં સુધારથી વિદેશ રોકાણકાર ભારતીય શેર્સમાં રોકાણ કરી રહ્યા છે.

વિદેશી રોકાણકારો માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ચીનમાં ઘટાડાથી ભારતને લાભ થયો છે. આનાથી ભારત લાંબાગાળાના પરિપ્રેક્ષ્યથી વિદેશી રોકાણકારો માટે આકર્ષક રોકાણનું સ્થળ બન્યું છે. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસીઝના મુખ્ય રોકાણકાર રણનીતિકાર વી. કે. વિજયકુમારે કહ્યું હતું કે, MSCI વર્લ્ડ ઈન્ડેક્સ અને MSCI ઈએમ ઈન્ડેક્સની સરખામણીમાં નિફ્ટીનું પ્રદર્શન અસરકારક રહ્યું છે, જેનાથી ભારતીય બજારો પ્રત્યે FPIનું આકર્ષણ વધ્યું છે.

તાઈવાનને 148.2 કરોડ ડોલરનો રોકાણ પ્રવાહ મળે છે

કોટક સિક્યોરિટીઝના કાર્યકારી ઉપાધ્યક્ષ (ઈક્વિટી ટેક્નિક સંશોધન) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, અન્ય ઉછળતા બજારોની વાત કરીએ તો, તાઈવાનને કુલ 148.2 કરોડ ડોલરનો રોકાણ પ્રવાહ મળે છે. દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલિપીનમાં સમીક્ષા હેઠળનો સમયગાળામાં રોકાણનો પ્રવાહ ક્રમશઃ 122.3 કરોડ ડોલર, 35.8 કરોડ ડોલર, 26.8 કરોડ ડોલર અને 3.8 કરોડ ડોલર રહ્યું છે.

આ પણ વાંચો- ટેસ્લા તેની સેલ્ફ ડ્રાઇવિંગ ચિપને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને આઉટસોર્સ કરશે

આ પણ વાંચો- સપ્તાહના પહેલા દિવસે મજબૂતી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,900ને પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.