- LTCકેશ વાઉચર યોજના
- પરિવારના સભ્યોના નામથી શકો છો ખરીદારી
- 2 ટકાથી વધુ GSTવાળી વસ્તુઓ અથવા સેવાઓની ખરીદી પર પૈસા મેળવવાનો દાવો
- કોઈ પણ પ્રવાસ કરવા માટે LTC આપવામાં આવે છે
- વાઉચરનો ઉપયોગ GST વાળી વસ્તુ પર જ કરી શકાશેે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ પત્ની અથવા પરિવારના અન્ય સભ્યોના નામ પર LTC કેશ વાઉચર યોજના હેઠળ સામાન અથવા સેવાઓ ખરીદી શકે છે. જો કે, આ સભ્યો LTC માટે લાયક હોવા જોઈએ.નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે આ યોજનાના સંદર્ભમાં હંમેશા પુછવામાં આવતા સવાલો FAQના જવાબમાં સ્પષ્ટ કર્યું કે જો કોઈ કર્મચારીએ ઔપચારિક રૂપથી આ યોજનામાં સામેલ થવાનો વિકલ્પ પસંદ નથી કર્યો તો પણ તે 12 ઓક્ટોબર અથવા તેના બાદમાં 12 ટકાથી વધુ GSTવાળી વસ્તુઓ અથવા સેવાઓની ખરીદી પર પૈસા મેળવવાનો દાવો કરી શકે છે.
કોણ કોણ કરી શકે છે આ વાઉચરનો ઉપયોગ
ખર્ચ ખાતાએ કહ્યું કે, "યોજના હેઠળ ખરીદેલો સામાન અને સેવાઓ માટેનું ચલણ પતિ, પત્નિ અથવા અન્ય પરિવારના સભ્યોના નામ પર થઈ શકે છે. જે LTC માટે લાયક હોવા જોઈએ.
કંઈ- કંઈ વસ્તુ પર થશે વાઉચરનો ઉપયોગ
અર્થવ્યવસ્થામાં માંગને વેગ આપવા માટે સરકારે આ વર્ષે તેના કર્મચારીઓને હોલિડે ટ્રાવેલ કન્સેશન (એલટીસી) ને બદલે કેશ વાઉચરની જાહેરાત કરી છે. આ વાઉચર્સનો ઉપયોગ ફક્ત ખાદ્ય પદાર્થો અને એવી સેવાઓ પર કરવામાં આવે જેમાં GST લાગતું હોય.
વાઉચરના ઉપયોગમાં કેટલો GST દર જરુરી
કર્મચારીઓ તે વાઉચરનો ઉપયોગ ઉત્પાદનો ખરીદવા માટે કરી શકે છે કે જેના પર GST દર 12 ટકા અથવા વધુ છે. દર ચાર વર્ષે, સરકાર તેના કર્મચારીઓને તેમની પસંદની કોઈ પણ પ્રવાસ કરવા માટે LTC આપે છે. આ ઉપરાંત, તેમને તેમના ગૃહ રાજ્યની મુલાકાત લેવા માટે એલટીસી આપવામાં આવે છે.
વાઉચરની સમય મયાર્દા
આ યોજનાની ઘોષણા કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 12 ઓક્ટોબરે કહ્યું હતું કે ,કોવિડ -19 રોગચાળાને કારણે આ વર્ષે કર્મચારીઓને પ્રવાસ કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સરકારે તેમને કેશ વાઉચર આપવાનો નિર્ણય કર્યો છે. તે 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ કરવો પડશે.