- ભારતના લઘુ ઉદ્યોગો માટે ખુશીના સમાચાર
- ગુગલે 75 લાખ ડોલરમાંથી ભારતને મદદ કરવાની જાહેરાત કરી
- ભારતને ડિજિટલ બનવા મદદ કરવા પણ રોકાણ વધારાશે
નવી દિલ્હીઃ ગુગલે બુધવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં નાના અને લઘુ ઉદ્યોગોને સમર્થન આપવા માટે 15 લાખ ડોલર એટલે કે 109 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. આ રોકાણ અમેરિકાથી બહાર નાના વ્યવસાયોને મદદ કરવા માટે ગુગલે જાહેર કરેલી 75 લાખ ડોલરનો એક ભાગ હશે.
ગુગલનો નાના વ્યવસાય ધરાવતા લોકો સાથે પહેલાથી જ અલગ સંબંધ
કંપનીએ જણાવ્યું કે, સ્થાનિક ભાગીદારો સાથે અમારી ચર્ચા ચાલી રહી છે. કંપની બિનસરકારી ભાગીદારો સાથે કામ કરી રહી છે, જેમની પાસે વ્યવસાયોના સાધનો આપવાનો એક લાંબો ટ્રેક રેકોર્ડ છે. ગુગલનો નાના વ્યવસાય ધરાવતા લોકો સાથે પહેલાથી જ એક અલગ સંબંધ છે. ગુગલ હંમેશા લઘુ ઉદ્યોગોનો આધાર બનવા, તેમને પ્રોત્સાહિત કરવાની દિશામાં કામ કરે છે.
ગુગલ આગામી 7 વર્ષમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે
ગયા વર્ષે જુલાઈમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુગલ ફોર ઇન્ડિયા ડિજિટલીકરણ એકમની જાહેરાત કરી હતી, જેના માધ્યમથી કંપની ભારતને ડિજિટલ બનાવવા મદદ કરવા માટે આગામી 5થી 7 વર્ષોમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.