ETV Bharat / business

Gold Price Today: દિલ્હી સહિત આ શહેરોમાં સોનાની કિંમત 50,000 રૂપિયાને પાર પહોંચી, જુઓ આજની કિંમત - Executive session

યુએસ ફેડરલ મિટિંગ (US Federal Meeting)ના કારણે રોકાણકારો થોડા સતર્ક જોવા મળી રહ્યા છે. જોકે, હવે ફરીથી સોનામાં ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળાના કારણે ઘરેલુ બજારમાં પણ તેજી જોવા મળી રહી હતી. ગયા અઠવાડિયે દબાણમાં ચાલી રહેલા સોનામાં છેલ્લા કારોબારી સત્રમાં એટલે કે શુક્રવારે તેજી જોવા મળી હતી. તો આવો જાણીએ સોના-ચાંદીના અત્યારના ભાવ (Gold-Silver Price).

Gold Price Today: દિલ્હી સહિત આ શહેરોમાં સોનાની કિંમત 50,000 રૂપિયાને પાર પહોંચી, જુઓ આજની કિંમત

author img

By

Published : Aug 2, 2021, 11:29 AM IST

  • સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price)માં ઉછાળો જોવા મળ્યો
  • યુએસ ફેડરલ મિટિંગના (US Federal Meeting) કારણે રોકાણકારો થોડા સતર્ક જોવા મળ્યા
  • દિલ્હી અને કોલકાતામાં 24 કેરેટ સોનું (24 carat gold) પ્રતિ ગ્રામ પર 50,000ની પાર પહોંચ્યું

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે દબાણમાં ચાલી રહેલા સોનામાં છેલ્લા કારોબારી સત્રમાં એટલે કે શુક્રવારે (30 જુલાઈ)એ તેજી જોવા મળી હતી. છેવટે સોનું સુસ્તીની ચાલથી બહાર નીકળ્યું છે. યુએસ ફેડરલ મિટિંગના (US Federal Meeting) કારણે રોકાણકારો થોડા સતર્ક જોવા મળી રહ્યા હતા. જોકે, હવે ફરી એક વાર સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કિંમતો (International Price)માં ઉછાળાના કારણે ઘરેલુ બજારમાં પણ તેજી જોવા મળી રહી હતી. અત્યારે દિલ્હી અને કોલકાતામાં 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ પર 50,000ની ઉપર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં પણ આ સ્તરની નજીક છે.

આ પણ વાંચો- Share Market: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 319 પોઈન્ટ ઉછળ્યો

શુક્રવારે સોનું તેજી સાથે બંધ થયું હતું

છેલ્લા અપડેટની વાત કરીએ તો, શુક્રવારે દિલ્હી શરાફી બજારમાં સોનું 294 રૂપિયાની તેજી સાથે 47,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આનો છેલ્લો બંધ ભાવ 47,148 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જોકે, ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ધાતુની કિંમત 170 રૂપિયાના ઘટાડા સાથે 66,274 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી ગઈ. આનો છેલ્લો બંધ ભાવ 64,444 રૂપિયા હતો.

આ પણ વાંચો- Petrol-Diesel Price: આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં

આજે એમસીએક્સ (MCX) પર જોવા મળ્યો ઘટાડો

જો સોમવારની સવારની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર સવારે 8.15 વાગ્યે એમસીએક્સ (MCX) પર ગોલ્ડમાં 0.011 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,811.99 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી હતી. જ્યારે ચાંદીમાં પણ 0.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો ચાંદી 25.61 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતો.

સોનામાં તેજી આવવાનું કારણ

વરિષ્ઠ વિશ્વેલકે જણાવ્યું હતું કે, FOMCની બેઠક પછી ડોલરની વેચવાલી આવવાથી સોનામાં જોરદાર લેવાલી જોવા મળી હતી. ડોલર સૂચકાંક ઘટીને ચાર સપ્તાહના નિમ્ન સ્તરને અડ્યો હતો, જેનાથા સોનામાં લેવાલી વધી હતી. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝના જિન્સ શોધ વિભાગના ઉપાધ્યક્ષ નવનીત દમાણી (Navneet Damani, Vice President, Jeans Research, Motilal Oswal Financial Services)એ જણાવ્યું હતું કે, અમેરિકી ફેડરલ ગવર્નર (US Federal Governor) દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિના સંદર્ભમાં આશંકાઓ પર પાણી ફેરવવા અને નરમાઈનું વલણ બતાવવાથી સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની માંગ વધી ગઈ છે, જેનાથી સોનામાં તેજી આવી રહી છે અને આ લગભગ 2 મહિનાના સૌથી વધુ સાપ્તાહિક લાભ મેળવવા તરફ અગ્રેસર છે.

આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48,480 રૂપિયા

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,838, 8 ગ્રામ પર 38,704, 10 ગ્રામ પર 48,480 અને 100 ગ્રામ પર 4,83,800 ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો, 22 કેરેટ સોનું 47,380 પર વેંચાઈ રહ્યું છે.

મેટ્રો શહેરમાં સોના-ચાંદીનો ભાવ

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,140 અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 51,430 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 47,380 અને 24 કેરેટ સોનું 48,480 રૂપિયા પર ચાલી રહ્યું છે. કોલકાતામાં 22 કેરેટ સોનું 47,550 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 50,250 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 45,470 અને 24 કેરેટ 49,610 રૂપિયા પર છે. આ કિંમતો પ્રતિ 10 ગ્રામ સોનાની છે. લખનઉમાં પણ 24 કેરેટ સોનું 51,000ને પાર છે. અહીં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 51,430 નોંધાઈ રહી છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 47,140 રૂપિયા છે.

મુંબઈ અને કોલકાતામાં ચાંદીની કિંમત સરખી

ચાંદીની વાત કરીએ તો, ચાંદીની કિંમત 67,900 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 67,900 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહી છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 73,000 રૂપિયા પ્રતિ કિલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.