ETV Bharat / business

Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો

author img

By

Published : Aug 4, 2021, 12:29 PM IST

સોનાની (Gold) ખરીદી કરનારા લોકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, સોનાની (Gold) કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે (બુધવારે) સોનાની કિંમત (Gold Price)માં ખાસ ડિમાન્ડ નથી જોવા મળી. સોનું ફ્લેટ વેપાર કરી રહ્યું છે. તો આવો જોઈએ આજે સોના-ચાંદીનો શું ભાવ છે?

Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો
Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડોGoldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો
  • સોનાની (Gold) ખરીદી કરનારા લોકો માટે આજે સારા સમાચાર આવ્યા
  • સોનાની કિંમતમાં (Gold Price) ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે
  • આજે (બુધવારે) સોનાની કિંમતમાં ખાસ ડિમાન્ડ નથી જોવા મળી

નવી દિલ્હીઃ સોનાની (Gold) ખરીદી કરનારા લોકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, સોનાની કિંમતોમાં (Gold Price) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે (બુધવારે) ભારતમાં વાયદા બજાર (Indian Future Market)માં અત્યારે કમજોર વલણ જોવા મળતા સોનું સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના વાયદા 47,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી વાયદા 0.34 ટકા વધીને 68,145 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું છે.

આ પણ વાંચો- IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ

છેલ્લા સત્રમાં સોનામાં (Gold) 0.48 ટકાનો ઘટાડો આવ્યો હતો. જ્યારે ચાંદીમાં (Silver) 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો. વૈશ્વિક બજારોમાં (Global Market) સોનાની કિંમત (Gold Price) સપાટ રહી હતી. જોકે, સોનું 1,809.21 ડોલર પ્રતિ ઔંસ પર હતું. જ્યારે ચાંદી 0.2 ટકા ઘટીને 25.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા સ્વર્ણ-સમર્થિત-એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ SPDR ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ (SPDR Gold Trust) મંગળવારે 0.2 ટકા ઘટીને 1,027.97 ટન થઈ ગઈ છે, જે સોમવારે 1,029.71 ટન હતી.

આ પણ વાંચો- આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?

સોનું રેકોર્ડ લેવલથી 8,200 સસ્તું મળી રહ્યું છે

ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો, હજી પણ સોનું રેકોર્ડ સ્તરથી 8,200 સસ્તું મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો અસ્થિર છે અને સોનાના રોકાણકારોને આ ઘટાડાને ખરીદીના અવસર તરીકે જોવું જોઈએ. શરાફી નિષ્ણાતોના મતે, સોનાની કિંમતમાં ટૂંક જ સમયમાં ફેરફાર થશે, આ 48,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચશે.

જાણે કયા શહેરમાં શું કિંમત છે?

બ્રોકરેજનું કહેવું છે કે, MCX પર સોનાની કિંમત 46,850 રૂપિયા પહોંચી છે. તો બુધવારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 420 રૂપિયાના ઘટાડા સાથે 46,960 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે. ચાંદી ગઈકાલની સરખામણીમાં 250 રૂપિયા ઘટીને 67,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, આબકારી જકાત, રાજ્ય કરો અને મેકિંગ ચાર્જના કારણે સોનાના ઘરેણાંની કિંમત સમગ્ર ભારતમાં અલગ અલગ હોય છે. નવી દિલ્હીમાં કિંમત 47,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો મુંબઈમાં સોનાની કિંમત 46,960 રૂપિયા છે. જ્યારે ચેન્નઈમાં 45,330 રૂપિયા પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.