ETV Bharat / business

Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?

સોનાની કિંમત છેલ્લા ઘણા સમયથી 50,000 રૂપિયાની નીચે છે. ત્યારે આજે બુલિયન માર્કેટ ઓપનિંગમાં સુસ્તી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં સોનાની વર્તમાન કિંમતોમાં પણ સુસ્તી જોવા મળી છે, જેની અસર ઘરેલું કિંમતો પર પણ જોવા મળી છે. MCX પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.08 ટકાની સામાન્ય તેજી જોવા મળી છે.

Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?
Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?
author img

By

Published : Aug 16, 2021, 3:34 PM IST

  • બુલિયન માર્કેટ (Bullion Market) ઓપનિંગમાં સુસ્તી જોવા મળી
  • સોનાની કિંમત (Gold Price) છેલ્લા ઘણા સમયથી 50,000 રૂપિયાની નીચે
  • MCX પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.08 ટકાની સામાન્ય તેજી જોવા મળી

નવી દિલ્હીઃ બુલિયન માર્કેટ (Bullion Market)માં સોમવારે 16 ઓગસ્ટે સુસ્તી જોવા મળી છે. તો આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં પણ સોનાની વર્તમાન કિંમતોમાં સુસ્તી જોવા મળી હતી, જેની અસર ઘરેલુ કિંમત પર પડી છે. આજે બજાર ખૂલ્યા પછી મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડ (Gold)માં 0.08 ટકાની મામૂલી તેજી જોવા મળી હતી અને સોનું 46,978 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર હતું. તો સપ્ટેમ્બર સિલ્વર (Silver)માં 0.08 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સિલ્વર ફ્યૂચર 63,190 રૂપિયા પ્રતિ કિલો પર નોંધાયું હતું.

આ પણ વાંચોઃ Good New: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો

ચાંદીમાં 0.57 ટકાનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, બપોરે 12.15 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ધાતુ 1,733.01 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 0.57 ટકાના ઘટાડાની સાથે 23.55 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહ્યું હતું.

આ પણ વાંચોઃ આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો

IBJAના દર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે IBJAના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટની સાથે આજે સોનાની કિંમત આ રીતે હતી. (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર ચાર્જ વગર છે)

999 (પ્યોરિટી) 47,039

995- 46,851

916- 43,088

750- 35,279

585- 27,518

ચાંદી 999- 63,047

જાણો, શું છે 22 અને 24 કેરેટ સોનાની કિંમતો?

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,717, 8 ગ્રામ પર 37,736, 10 ગ્રામ પર 47,170 અને 100 ગ્રામ પર 4,71,700 રૂપિયા ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 46,170 પર વેચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની શું કિંમત છે? જુઓ

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46,170 અને 24 કેરેટ સોનાની કિંમત 50,370 રૂપિયા ચાલી રહી છે. તો મુંબઈમાં 22 કેરેટ સોનું 46,170 અને 24 કેરેટ સોનું 47,170 રૂપિયા પર ચાલી રહ્યું છે. કોલકાતામાં 22 કેરેટ સોનું 46,370 રૂપિયા છે. તો 24 કેરેટ સોનું 49,070 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 44,370 અને 24 કેરેટ 48,400 રૂપિયા પર છે. આ કિંમતો પ્રતિ 10 ગ્રામ સોના પર છે.

જાણો, ચાંદીની કિંમત

ચાંદીની વાત કરીએ તો, પ્રતિ કિલો ચાંદીની કિંમત 63,200 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 63,200 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહ્યું છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 68,200 રૂપિયા પ્રતિ કિલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.