ETV Bharat / business

ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ - AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડા

છેલ્લા 2 દિવસથી મંદીનો સામનો કરી રહેલા સોના-ચાંદીના વેપારીઓ માટે આ વર્ષની ધનતેરસ દિવાળી લઈને આવી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ધનતેરસ પર લગભગ 1,000 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. મહારાષ્ટ્રમાં લગભગ 1,500 કરોડ, ઉત્તરપ્રદેશમાં લગભગ 600 કરોડ રૂપિયા અને દક્ષિણ ભારતમાં લગભગ 2,000 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાનો વેપાર થયો હતો. ધનતેરસના દિવસે દેશભરમાં લગભગ 15 ટન સોનાના ઘરેણાનું વેચાણ થયું છે, જે લગભગ 7.5 હજાર કરોડ રૂપિયા છે.

ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ

author img

By

Published : Nov 3, 2021, 3:29 PM IST

  • સોના-ચાંદીના વેપારીઓ માટે ધનતેરસે કરાવી દિવાળી
  • દેશભરમાં ધનતેરસના દિવસે 15 ટન સોનાના ઘરેણાનું વેચાણ થયુંં
  • દેશભરમાં ધનતેરસના દિવસે 7,500 કરોડ રૂપિયાનું સોનું વેચાયું

નવી દિલ્હીઃ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહેલા સોના-ચાંદીના વેપારીઓના ચહેરા પર દિવાળી પર્વ નિમિત્તે રોનક પરત ફરી છે. કારણ કે, ધનતેરસના દિવસે રાજધાની દિલ્હી સહિત દેશભરના સોના-ચાંદીના વેપારીઓએ સોના-ચાંદીના ઘરેણા સહિત અન્ય સામાનનો પણ ઘણો સારો વેપાર કર્યો છે.

આ પણ વાંચો- પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

દેશભરમાં ધનતેરસના દિવસે 15 ટન સોનું વેચાયું

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) અને કૈટના જ્વેલરી વિન્ગ ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશને (AIGF) એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ધનતેરસના દિવસે દેશભરમાં લગભગ 15 ટન સોનાના ઘરેણાનું વેચાણ થયું છે, જે લગભગ 7.5 હજાર કરોડ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યો સિવાય દિલ્હીમાં જ્યાં લગભગ 1,000 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. મહારાષ્ટ્રમાં લગભગ 1,500 કરોડ, ઉત્તરપ્રદેશમાં લગભગ 600 કરોડ, દક્ષિણ ભારતમાં લગભગ 2,000 કરોડ રૂપિયાના સોનાના દાગીનાનો વેપાર થયો છે.

આ પણ વાંચો- JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

ભારતમાં જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માગ વધી

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દેશમાં પ્રાચીન કાળથી તમામ તહેવારોમાં ધનતેરસનું એક આગવું મહત્ત્વ છે. આ દિવસે દેશભરમાં લોકો સોના-ચાંદીના વાસણ, સિક્કા કે ઘરેણાની ખરીદી કરે છે. AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે આર્થિક ગતિવિધિઓમાં જોરદાર ઉછાળો અને ગ્રાહકોની માગમાં સુધારા પછી જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતની સોનાની માગમાં વાર્ષિક આધારે 50 ટકાનો ઉછાળો થયો છે. વર્ષ 2021ના પહેલા 6 મહિનામાં 700 ટન સોનું આયાત થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ઘણું છે. જ્યારે વર્તમાનમાં દિવાળીના તહેવાર તથા ત્યારબાદ શરૂ થનારી લગ્નની સિઝનમાં ગ્રાહકોની માગને જોતા દેશભરમાં સોના-ચાંદીના વેપારીઓએ સોનાના ઘરેણા અને અન્ય સામાનની ઉપલબ્ધતાની વ્યાપક તૈયારી કરી લીધી છે.

આ વખતે સોનાનો ભાવ 49,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો

કૈટના મતે, વર્ષ 2019માં સોનાનો ભાવ 38,923 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 46,491 રૂપિયા પ્રતિકિલો હતો. જ્યારે વર્ષ 2020માં નવેમ્બર મહિનામાં સોનાનો ભાવ વધીને 50,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ વધીને 63,044 રૂપિયા પ્રતિકિલો હતો. તો ધનતેરસના દિવસે સોનાનો ભાવ 49,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 66,300 રૂપિયા પ્રતિકિલો રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.