નવી દિલ્હી : ફ્યૂચર ગ્રૂપે કેવિયેટની એક કોપી એમેઝોનને મોકલી છે. જેમાં એમેઝોનને કહ્યું કે, મધ્યસ્થતા સમાધાન અધિનિયમની કલમ 9 હેઠળ સૂચિત પ્રતિવાદી / કેવિયેટ વિરુદ્ધ કોઈપણ અરજી દાખલ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં નોટિસ આપવા કહેવામાં આવ્યું છે.એમેઝોનએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
એમેઝોન દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે
તાજેતરમાં જ સિંગાપુરની આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રે એમેઝોનના પક્ષમાં નિર્ણય સંભળાવતા રિલાયન્સ -ફ્યૂચર સમૂહએ ડીલ પર રોક લગાવ્યો હતો. ત્યારબાદ કિશોર બિયાનીના નેતૃત્વવાળા ગ્રુપે કહ્યું હતું કે, તે આ નિર્ણયને માનવા માટે બંધાયેલ નથી. ત્યારે મધ્યસ્થતા કેન્દ્રના નિર્ણયને લાગુ કરાવવા માટે એમેઝોન દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. એમેઝોનના આ વલણને સંભળાવતા ફ્યુચર ગ્રૂપને એક કેવિયેટ ફાઇલ કરી છે.
ભારતની પાસે વોડાફોન વિરુદ્ધ અપીલ કરવાનો ડિસેમ્બર સુધીનો સમય
ભારત સરકારની પાસે વોડાફોનના 22,100 કરોડ રુપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ મામલે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીનો સમય છે. અદાલતે ભારત સરકાર વિરુદ્ધ પોતાના નિર્ણયમાં કહ્યું કે, ભારતના આવકવેરા વિભાગે નિષ્પક્ષ અને બરાબરીથી કામ કર્યું નથી.આ મામલે નાણા સચિવ અજય ભૂષણ પાંડે કહ્યું કે, સરકાર નિર્ણય વિરુદ્ધ અપીલ કર્યા પહેલા બધા જ પાસાઓ પર વિચાર કરી રહી છે.
તેમણે પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના આ વચનો પર કાંઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો છે. પાંડે કહ્યું તે, પ્રત્યેક મધ્યસ્થતા આદેશમાં અપીલ કરવા માટે 90 દિવસનો સમય હોય છે. આ માટે અમારી પાસે નિર્ણય લેવા માટે સમય છે. અમે યોગ્ય સમયે નક્કી નિર્ણય લેશું.