- સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત
- બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 73.38 પોઈન્ટનો ઘટાડો
- નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 11.55 પોઈન્ટનો ઘટાડો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે, જેના કારણે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 73.38 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 51,349.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 11.55 પોઈન્ટ (0.07 ટકા)ની કમજોરી સાથે 15,424.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ paytm નિદેશકોએ રૂપિયા 22,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક આપી મંજૂરી
આ શેર પર સૌની નજર રહેશે
સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શરૂઆત ભલે ફ્લેટ થઈ હોય તેમ છતાં રોકાણકારોની નજર મહત્વના શેર પર ટકી રહેશે. આજે રોકાણકારોની નજર MOREPEN, POLY MEDICURE, એવિએશન શેર, CADILA, NAZARA TECH,DILIP BUILDCON, METROPOLIS જેવા શેર્સ પર ટકી રહેશે.
આ પણ વાંચોઃ GST: કોવિડ આવશ્યક વસ્તુઓ પર કર મુક્તિની તપાસ માટે નાણાં મંત્રાલયે પેનલની રચના કરી
મેમોરિયલ ડે હોવાથી અમેરિકાનું બજાર આજે બંધ રહેશે
વૈશ્વિક બજાર તરફથી આજે સપ્તાહના પ્રથમ દિવસે મિશ્ર સંકેત મળી રહ્યા છે. જોકે, શુક્રવારે અમેરિકી માર્કેટમાં DOW 65 પોઈન્ટના વધારા સાથે 34,500ને પાર બંધ થયો હતો. આજે એશિયાઈ બજારમાં નબળી શરૂઆત જોવા મળી છે. જ્યારે આજે અમેરિકામાં મે જોબ્સ રિપોર્ટના આંકડા સામે આવશે. તો PMI અને મોંઘવારીના ડેટા પર પણ બજારની નજર રહેશે. આ સાથે સોનાની ચમક વધી છે અને COMEX પર ભાવ 1,900 ડોલરને પાર નીકળી ગયો છે. જોકે, મેમોરિયલ ડે નિમિત્તે આજે અમેરિકાનું બજાર બંધ રહેશે. તો OPEC+ની બેઠક પર નજર અને ઉત્પાદન પર ચર્ચા થશે.