એક અહેવાલ મુજબ જ્યારે આ સુવિધા સક્રિય થઈ જશે ત્યારે, વપરાશકર્તાઓ વોટ્સએપ ખોલવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે. જો કે યુઝર્સ વોટ્સએપ પર આવેલા કોલનો લોક દરમિયાન જવાબ આપી શકશે.
જો તમે આ સુવિધાને સક્ષમ કરવા માગો છો તો 'સેટિંગ્સ'માં જઇને 'એકાઉન્ટ'માં જવું પડશે. ત્યારપછી પ્રાયવસી સેક્શનમાં 'ફિંગરપ્રિન્ટ લૉક' મળશે. પરંતુ, આ પહેલા WhatsAppને 2.19.221 એન્ડ્રોઇડ બીટા અપડેટ કરવાનું રહેશે.