નવી દિલ્હીઃ સરકારની નવી વ્યવસ્થા મુજબ કર્મચારીઓને કંપની તરફથી મળતા પ્રવાસભથ્થાને કરવેરા વિભાગે કરમુક્ત જાહેર કર્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ આ માટે કરવેરાના નિયમમાં બદલાવ કર્યો છે.
CBDT દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ હવે કર્મચારી કેટલીક બાબતેમાં કર મુક્તિ મળવાને દાવો કરી શકે છે. આ કેટલીક બાબતેમાં પ્રવાસ કે સ્થળાંતરમાં આવવા-જવાનો ખર્ચ માટેનું ભથ્થું, પ્રવાસ દરમિયાન કરેલા અન્ય ખર્ચના ભથ્થું, સામાન્ય કાર્યસ્થળેમાં ગેરહાજરી દરમિયાન કર્મચારીએ કરેલો દૈનિક ખર્ચ ભથ્થું વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપની આવવા-જવાની સુવિધા વિનામુલ્યે ન આપે તો, રોજ કામ પર આવવા જવાનો ખર્ચ (અપ-ડાઉન ખર્ચ) માટે ચૂકવવામાં આવતું ભથ્થા માટે પણ કર મુક્તિનો દાવો કરી શકાશે.
CBDT સ્પષ્ટ કર્યું હતું કે, કંપની દ્વારા આપવામાં આવેલા ભોજન અને માદક પદાર્થોનો વાઉચરમાં ઉલ્લેખ કરી છૂટ મેળવી શકાશે નહીં. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષું, મુક-બધિર કે વિકલાંગ કર્મચારી 3,200 રૂપિયા/માસનું પરિવહન ભથ્થામાં કર મુક્તિ માટે દાવો કરી શકે છે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારમને 2020-21ના બજેટમાં લોકોને કરવેરાની એક નવી વૈકલ્પિક દરની રજૂઆત કરતા આ નવી કરવેરા વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકમાં ધરાવતા વ્યક્તિને કર મુક્તિ મળે છે.
કરવેરાના નવા દર
- 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિ માટે 5 ટકા
- 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની આવક ઘરાવતા વ્યક્તિ માટે 10 ટકા
- 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની આવક ઘરાવતા વ્યક્તિ માટે 15 ટકા
- 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયા સુધીની આવક ઘરાવતા વ્યક્તિ માટે 20 ટકા
- 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની આવક ઘરાવતા વ્યક્તિ માટે 25 ટકા
- 15 લાખ રૂપિયાથી વધુની આવક ઘરાવતા વ્યક્તિ માટે 30 ટકા
ઉલ્લેખનીય છે કે, નિર્દિષ્ટ કપાત કે છૂટનો લાભ નથી લેતા તેમના માટે આ નવી કરવેરા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.