ETV Bharat / business

શિક્ષણને રોજગાર સાથે સાંકળી લેવું જોઈએ - employment news

હૈદરાબાદ:આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ વ્યક્તિની કારકિર્દીનો વિકલ્પ નક્કી કરવામાં ટૅક્નિકલ જાણકારી અને કૌશલ્ય ચોક્કસ ભૂમિકા ભજવે છે. આજના નવા પુખ્તોને વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોનો સામનો કરવા તૈયાર કરવામાં આજે કેન્દ્ર અને સરકાર સમક્ષ મોટો પડકાર ઝડપથી વિકસતા અર્થતંત્રમાં કુશળ માનવ સંસાધનવાળી એકબીજા સાથે જોડાયેલી પ્રણાલિ તૈયાર કરવાનો છે. નિષ્ણાતોનો મત છે કે, આજના અંદાજે 90 ટકા શિક્ષિત યુવાનોમાં રોજગાર સંબંધિત કૌશલ્યોનો અભાવ છે. જે આજના અને ભવિષ્યના નોકરીના ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી છે.

bus
author img

By

Published : Nov 19, 2019, 6:21 PM IST

આ ગંભીર પરિસ્થિતિને બદલવા સરકારો વિદ્યાર્થી માધ્યમિક શાળાઓમાં હોય ત્યારથી જ તેમનાં કૌશલ્યો સુધારવા અભ્યાસક્રમના ભાગ રૂપે વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ. ૨૦,૦૦૦ની દરખાસ્ત કરી રહી છે તેમ કહેવાય છે. હકીકતે, એ નોંધી શકાય કે વર્ષ ૨૦૧૫માં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મત વ્યક્ત કર્યો હતો અને નિવેદન કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ “નૈપુણ્ય ભારત”ની નીતિ દેશની ગરીબી સામે લડાઈમાં એક માત્ર મહત્ત્વનું પરિબળ હોઈ શકે. વર્ષ ૨૦૦૯ આસપાસ એવી અપેક્ષા બંધાઈ હતી કે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ૪૦ કરોડ સંસાધનો રોજગાર આપી શકાય તેવાં કૌશલ્યો સાથે તૈયાર કરાશે. વર્ષ ૨૦૧૬ સુધીમાં, આ પ્રતિષ્ઠિત કવાયતે યોગ્ય આકાર લીધો અને વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં ભારતના અંદાજે ૫૨ લાખ નાગરિકોએ પોતાને કૌશલ્યોથી સજ્જ કર્યા છે અને તેમાંથી અંદાજે ૧૨.૬૦ લાખ (૨૪ ટકા)ને રોજગારી મળી છે તેમ સરકારે રાજ્યસભામાં આપેલા નિવેદનમાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર મંત્રાલયો અને રાજ્યોની તમામ નીતિઓને સાંકળીને રાષ્ટ્રીય માનવ સંસાધનોના સંપૂર્ણ વિકાસમાં રાજ્ય સરકારોને ભાગીદાર બનાવવા દરખાસ્ત કરી રહી છે. ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રના ચોક્કસ સંદર્ભમાં રાષ્ટ્રીય વિકાસ ચીનની રણનીતિને બરાબર હોવો જોઈએ પરંતુ તેની શરત એ છે કે ઉપરોક્ત સૂચિત કાર્યક્રમ સાચા સમયે અને સ્થળે શરૂ થાય.

ભારતના પડોશી ચીન ગણતંત્રએ ‘નવ વર્ષના સંકલિત અભ્યાસ’ની નીતિનો અમલ કર્યો છે જેમાં શિક્ષણનાં છેલ્લાં ત્રણ વર્ષ ચોક્કસ કૌશલ્ય વિકાસ અભ્યાસો પાછળ કેન્દ્રિત કરાય છે. તે મુજબ, બાળકો તેમનું માધ્યમિક શિક્ષણ શૈક્ષણિક લાયકાત મેળવવાની સાથે કૌશલ્યશીલ કામદાર તરીકે ઉત્તીર્ણ કરે છે. તેનાથી દેશને તેનો આર્થિક દરજ્જો ઉદ્યોગ/બજાર/કાર્યસ્થળે સંસાધનને દાખલ કરવાથી જ વિકસાવવામાં મદદ મળે છે. એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, દક્ષિણ કોરિયા, જર્મની અને યુકેએ તેનાં સંસાધનોને સફળતાપૂર્વક કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓમાં ૯૬ ટકા, ૭૫ ટકા અને ૬૮ ટકાની અસર સુધી ફેરવ્યા છે. દુર્ભાગ્યે, ભારતમાં આપણ માત્ર ૫ ટકા સુધી જ સફળ રહ્યા છીએ.

યુનિસેફ દ્વારા હાથ ધરાયેલ એક સર્વેક્ષણ મુજબ, એવો અંદાજ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં, ભારતીય વસતિનું કાર્યદળ ૯૬ કરોડ ઉપર પહોંચી જશે. તે વધુમાં કહે છે કે આ આંકડા પૈકી અંદાજે ૩૧ કરોડ શૈક્ષણિક લાયકાતપ્રાપ્ત હોવાનું અનુમાન છે જ્યારે કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓ માત્ર તેના અડધાથી કંઈક વધુ (એટલે કે ૧૫ કરોડ આસપાસ) હોવાની આશા છે. ભારત કૌશલ્યશીલ અને વ્યાવસાયિક પ્રતિમામાં ૬૩ દેશોની યાદીમાં ૫૩મા ક્રમે છે. આ આપણી અને ભવિષ્યની પેઢીઓ માટે ભારે ચિંતાની વાત છે. બીજા એક સર્વેક્ષણમાં સંકેત છે કે ભારતની વસતિના અંદાજે ૭૦ ટકા સરકારો દ્વારા સૂચિત અને હાથ ધરાયેલા વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોથી હજુ અજાણ છે. હવે એ સમયની તાતી માગ છે કે વિવિધ રીતે ઝડપી દરે અને વિશાળ પાયે જાગૃતિ ફેલાવવામાં આવે જે એવા દરેકે દરેક નાગરિક સુધી પહોંચે જે સન્માનનીય આર્થિક રીતે સ્વતંત્ર જિંદગી જીવવા માગતી હોય. એ પણ જરૂરી છે કે ઉદ્યોગો અને રોજગાર બજારને આવા કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવે જેથી વિદ્યાર્થીકાળથી જ વ્યાવસાયિકો અને કૌશલ્યશીલ કામદારો માટે કારકિર્દીનો એક પથ બની જાય.

લાંબા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્રોએ કહ્યું હતું તેમ, એ ઉપયુક્ત છે કે યુવાનો સમક્ષ વિવિધ કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો મૂકવામાં આવે જેથી તેમને સ્વતંત્ર અને સન્માનજનક જિંદગી જીવવામાં મદદ મળે. દુર્ભાગ્યે, આપણા ભારતીયો માટે, આ અસંભવ જેવું સપનું લાગે છે કારણકે આપણે જે ભણીએ છીએ અને પછીના તબક્કે આપણે જે કાર્ય કરીએ છીએ તેના વચ્ચેનો સંબંધ આજકાલ ક્યાંય દેખાતો નથી. આપણાં બાળકો જે શૈક્ષણિક લાયકાત મેળવે છે તે જ્યારે રોજગાર પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે જરા પણ ઉપયોગી નિવડતી નથી. તેનું કારણ કામ પૂરું કરવા માટે જરૂરી વાસ્તવિક કૌશલ્યોનો અભાવ છે. તેનાથી ઉદ્યોગપતિઓ/નોકરીપ્રદાતાઓ અને રોજગારવિહીન યુવાનો વચ્ચે કૌશલ્ય જરૂરિયાતની ઊંડી ખાઈ સર્જાય છે. અને તે દિવસે ને દિવસે વધુ ને વધુ પહોળી થતી જાય છે!! આંકડાઓ મુજબ, અંદાજે ૭૦ ટકા રોજગારપ્રદાતાઓ કૌશલ્યશીલ/વ્યાવસાયિક કામદારોને શોધી રહ્યા છે ત્યારે અંદાજે ૫૮ ટકા શૈક્ષણિક પ્રમાણિત યુવાનો અને લગભગ ૬૨ ટકા ડિગ્રીધારકો રોજગારવિહીન કટોકટી સામે લડી રહ્યા છે.

બેરોજગારીની કટોકટી વનની આગની જેમ ફેલાઈ રહી છે જેના કારણે જેમણે માસ્ટર અને પીએચ.ડી. પૂરું કર્યું છે તેમને પણ એવા નજીવા પગાર અને પદ પર કામ કરવા ફરજ પડે છે જે પગાર અને પદ ખરેખર તો જેમણે ઇન્ટર અને ઉચ્ચતર માધ્યમિક શાળા સ્તર પૂરું કર્યું છે તેમના માટે છે.

એક આંતરરાષ્ટ્રીય ડેટા પ્રબંધક કંપનીના વડા સુશ્રી ગિની રૉમેટી કહે છે, “એ અગત્યનું છે કે કર્મચારી શૈક્ષણિક રીતે લાયકાત પ્રાપ્ત હોય તેના કરતાં વ્યાવસાયિક કૌશલ્યશીલ હોય.” આજની સ્પર્ધાત્મક દુનિયા કે જે જ્ઞાન અને માહિતીની ડિજિટલ સંક્રાંતિ વચ્ચે જીવી રહી છે, તેમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’, ‘ડેટા એનાલિક્સ’, ‘બ્લૉક ચેઇન’, ‘રૉબૉટિક ઑટોમેશન’, ‘સાઇબર સિક્યોરિટી’ વગેરે જેવાં ક્ષેત્રોમાં કૌશલ્યો વ્યક્તિને સારી નોકરી મેળવવામાં મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એ તાત્કાલિક જરૂરી છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમ પર પુનઃ નજર કરવામાં આવે અને તેમાં ઉપરોક્ત કૌશલ્યો અને તેમનો પરિચય દાખલ કરવા માટે તેમની પુનર્રચના કરવામાં આવે જેથી બાળકો આવતીકાલના સ્પર્ધાત્મક વિશ્વનો સામનો ભારે વિશ્વાસ સાથે કરવા માટે તૈયાર થાય. જ્યારે સરકારો જર્મની, નૉર્વે, ફિનલેન્ડ અને અન્ય દેશોની જેમ જ ઉજળા ભવિષ્ય માટે યુવાનોને ઘડવામાં તાત્કાલિક અને સ્વૈચ્છિક રીતે જોડાશે ત્યાર જ ઉચ્ચ કૌશલ્યોથી સજ્જ ભારતના યુવાનો ભારે વિશ્વાસ સાથે બાકીના વિશ્વને પડકારી શકશે!!

Intro:Body:

શિક્ષણને રોજગાર સાથે સાંકળી લેવું જોઈએ

આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ વ્યક્તિની કારકિર્દીનો વિકલ્પ નક્કી કરવામાં ટૅક્નિકલ જાણકારી અને કૌશલ્ય ચોક્કસ ભૂમિકા ભજવે છે. આજના નવા પુખ્તોને વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોનો સામનો કરવા તૈયાર કરવામાં આજે કેન્દ્ર અને સરકાર સમક્ષ  મોટો પડકાર ઝડપથી વિકસતા અર્થતંત્રમાં કુશળ માનવ સંસાધનવાળી એકબીજા સાથે જોડાયેલી પ્રણાલિ તૈયાર કરવાનો છે. નિષ્ણાતોનો મત છે કે આજના અંદાજે ૯૦ ટકા શિક્ષિત યુવાનોમાં રોજગાર સંબંધિત કૌશલ્યોનો અભાવ છે જે આજના અને ભવિષ્યના નોકરીના ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી છે. 

આ ગંભીર પરિસ્થિતિને બદલવા સરકારો વિદ્યાર્થી માધ્યમિક શાળાઓમાં હોય ત્યારથી જ તેમનાં કૌશલ્યો સુધારવા અભ્યાસક્રમના ભાગ રૂપે વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ. ૨૦,૦૦૦ની દરખાસ્ત કરી રહી છે તેમ કહેવાય છે. હકીકતે, એ નોંધી શકાય કે વર્ષ ૨૦૧૫માં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મત વ્યક્ત કર્યો હતો અને નિવેદન કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ “નૈપુણ્ય ભારત”ની નીતિ દેશની ગરીબી સામે લડાઈમાં એક માત્ર મહત્ત્વનું પરિબળ હોઈ શકે. વર્ષ ૨૦૦૯ આસપાસ એવી અપેક્ષા બંધાઈ હતી કે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ૪૦ કરોડ સંસાધનો રોજગાર આપી શકાય તેવાં કૌશલ્યો સાથે તૈયાર કરાશે. વર્ષ ૨૦૧૬ સુધીમાં, આ પ્રતિષ્ઠિત કવાયતે યોગ્ય આકાર લીધો અને વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં ભારતના અંદાજે ૫૨ લાખ નાગરિકોએ પોતાને કૌશલ્યોથી સજ્જ કર્યા છે અને તેમાંથી અંદાજે ૧૨.૬૦ લાખ (૨૪ ટકા)ને રોજગારી મળી છે તેમ સરકારે રાજ્યસભામાં આપેલા નિવેદનમાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર મંત્રાલયો અને રાજ્યોની તમામ નીતિઓને સાંકળીને રાષ્ટ્રીય માનવ સંસાધનોના સંપૂર્ણ વિકાસમાં રાજ્ય સરકારોને ભાગીદાર બનાવવા દરખાસ્ત કરી રહી છે. ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રના ચોક્કસ સંદર્ભમાં રાષ્ટ્રીય વિકાસ ચીનની રણનીતિને બરાબર હોવો જોઈએ પરંતુ તેની શરત એ છે કે ઉપરોક્ત સૂચિત કાર્યક્રમ સાચા સમયે અને સ્થળે શરૂ થાય. 

ભારતના પડોશી  ચીન ગણતંત્રએ ‘નવ વર્ષના સંકલિત અભ્યાસ’ની નીતિનો અમલ કર્યો છે જેમાં શિક્ષણનાં છેલ્લાં ત્રણ વર્ષ ચોક્કસ કૌશલ્ય વિકાસ અભ્યાસો પાછળ કેન્દ્રિત કરાય છે. તે મુજબ, બાળકો તેમનું માધ્યમિક શિક્ષણ શૈક્ષણિક લાયકાત મેળવવાની સાથે કૌશલ્યશીલ કામદાર તરીકે ઉત્તીર્ણ કરે છે. તેનાથી દેશને તેનો આર્થિક દરજ્જો ઉદ્યોગ/બજાર/કાર્યસ્થળે સંસાધનને દાખલ કરવાથી જ વિકસાવવામાં મદદ મળે છે. એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, દક્ષિણ કોરિયા, જર્મની અને યુકેએ તેનાં સંસાધનોને સફળતાપૂર્વક કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓમાં ૯૬ ટકા, ૭૫ ટકા અને ૬૮ ટકાની અસર સુધી ફેરવ્યા છે. દુર્ભાગ્યે, ભારતમાં આપણ માત્ર ૫ ટકા સુધી જ સફળ રહ્યા છીએ. 

યુનિસેફ દ્વારા હાથ ધરાયેલ એક સર્વેક્ષણ મુજબ, એવો અંદાજ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં, ભારતીય વસતિનું કાર્યદળ ૯૬ કરોડ ઉપર પહોંચી જશે. તે વધુમાં કહે છે કે આ આંકડા પૈકી અંદાજે ૩૧ કરોડ શૈક્ષણિક લાયકાતપ્રાપ્ત હોવાનું અનુમાન છે જ્યારે કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓ માત્ર તેના અડધાથી કંઈક વધુ (એટલે કે ૧૫ કરોડ આસપાસ) હોવાની આશા છે. ભારત કૌશલ્યશીલ અને વ્યાવસાયિક પ્રતિમામાં ૬૩ દેશોની યાદીમાં ૫૩મા ક્રમે છે. આ આપણી અને ભવિષ્યની પેઢીઓ માટે ભારે ચિંતાની વાત છે. બીજા એક સર્વેક્ષણમાં સંકેત છે કે ભારતની વસતિના અંદાજે ૭૦ ટકા સરકારો દ્વારા સૂચિત અને હાથ ધરાયેલા વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોથી હજુ અજાણ છે. હવે એ સમયની તાતી માગ છે કે વિવિધ રીતે ઝડપી દરે અને વિશાળ પાયે  જાગૃતિ ફેલાવવામાં આવે જે એવા દરેકે દરેક નાગરિક સુધી પહોંચે જે સન્માનનીય આર્થિક રીતે સ્વતંત્ર જિંદગી જીવવા માગતી હોય. એ પણ જરૂરી છે કે ઉદ્યોગો અને રોજગાર બજારને આવા કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવે જેથી વિદ્યાર્થીકાળથી જ વ્યાવસાયિકો અને કૌશલ્યશીલ કામદારો માટે કારકિર્દીનો એક પથ બની જાય. 

લાંબા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્રોએ કહ્યું હતું તેમ, એ ઉપયુક્ત છે કે યુવાનો સમક્ષ વિવિધ કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો મૂકવામાં આવે જેથી તેમને સ્વતંત્ર અને સન્માનજનક જિંદગી જીવવામાં મદદ મળે. દુર્ભાગ્યે, આપણા ભારતીયો માટે, આ અસંભવ જેવું સપનું લાગે છે કારણકે આપણે જે ભણીએ છીએ અને પછીના તબક્કે આપણે જે કાર્ય કરીએ છીએ તેના વચ્ચેનો સંબંધ આજકાલ ક્યાંય દેખાતો નથી. આપણાં બાળકો જે શૈક્ષણિક લાયકાત મેળવે છે તે જ્યારે રોજગાર પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે જરા પણ ઉપયોગી નિવડતી નથી. તેનું કારણ કામ પૂરું કરવા માટે જરૂરી વાસ્તવિક કૌશલ્યોનો અભાવ છે. તેનાથી ઉદ્યોગપતિઓ/નોકરીપ્રદાતાઓ અને રોજગારવિહીન યુવાનો વચ્ચે કૌશલ્ય જરૂરિયાતની ઊંડી ખાઈ સર્જાય છે. અને તે દિવસે ને દિવસે વધુ ને વધુ પહોળી થતી જાય છે!! આંકડાઓ મુજબ, અંદાજે ૭૦ ટકા રોજગારપ્રદાતાઓ કૌશલ્યશીલ/વ્યાવસાયિક કામદારોને શોધી રહ્યા છે ત્યારે અંદાજે ૫૮ ટકા શૈક્ષણિક પ્રમાણિત યુવાનો અને લગભગ ૬૨ ટકા ડિગ્રીધારકો રોજગારવિહીન કટોકટી સામે લડી રહ્યા છે.  

બેરોજગારીની કટોકટી વનની આગની જેમ ફેલાઈ રહી છે જેના કારણે જેમણે માસ્ટર અને પીએચ.ડી. પૂરું કર્યું છે તેમને પણ એવા નજીવા પગાર અને પદ પર કામ કરવા ફરજ પડે છે જે પગાર અને પદ ખરેખર તો જેમણે ઇન્ટર અને ઉચ્ચતર માધ્યમિક શાળા સ્તર પૂરું કર્યું છે તેમના માટે છે.  

એક આંતરરાષ્ટ્રીય ડેટા પ્રબંધક કંપનીના વડા સુશ્રી ગિની રૉમેટી કહે છે, “એ અગત્યનું છે કે કર્મચારી શૈક્ષણિક રીતે લાયકાત પ્રાપ્ત હોય તેના કરતાં વ્યાવસાયિક કૌશલ્યશીલ હોય.” આજની સ્પર્ધાત્મક દુનિયા કે જે જ્ઞાન અને માહિતીની ડિજિટલ સંક્રાંતિ વચ્ચે જીવી રહી છે, તેમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’, ‘ડેટા એનાલિક્સ’, ‘બ્લૉક ચેઇન’, ‘રૉબૉટિક ઑટોમેશન’, ‘સાઇબર સિક્યોરિટી’ વગેરે જેવાં ક્ષેત્રોમાં કૌશલ્યો વ્યક્તિને સારી નોકરી મેળવવામાં મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

એ તાત્કાલિક જરૂરી છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમ પર પુનઃ નજર કરવામાં આવે અને તેમાં ઉપરોક્ત કૌશલ્યો અને તેમનો પરિચય દાખલ કરવા માટે તેમની પુનર્રચના કરવામાં આવે જેથી બાળકો આવતીકાલના સ્પર્ધાત્મક વિશ્વનો સામનો ભારે વિશ્વાસ સાથે કરવા માટે તૈયાર થાય. જ્યારે સરકારો જર્મની, નૉર્વે, ફિનલેન્ડ અને અન્ય દેશોની જેમ જ ઉજળા ભવિષ્ય માટે યુવાનોને ઘડવામાં તાત્કાલિક અને સ્વૈચ્છિક રીતે જોડાશે ત્યાર જ ઉચ્ચ કૌશલ્યોથી સજ્જ ભારતના યુવાનો ભારે વિશ્વાસ સાથે બાકીના વિશ્વને પડકારી શકશે!!

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.