મુંબઇ : EDએ મેહુલ અને નીરવ મોદીના ઝવેરાત અને કિંમતી ચીજવસ્તુઓને પરત લાવવા માટે હોંગકોંગના અધિકારીઓ સાથે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. EDએ બુધવારે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની હોંગકોંગમાં આવેલી કંપનીઓ પાસેથી રૂપિયા 1,350 કરોડના કિંમતના 2,300 કિલોથી વધુ ડાયમંડ અને મોતી જપ્ત કર્યા છે.
મુંબઈની PNB શાખામાં બે અબજ યુએસ ડોલરની કથિત બેંક છેતરપિંડીના મામલે ED આ બંને ઉદ્યોગપતિઓની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે. એજન્સીએ કહ્યું કે, આ કિંમતી વસ્તુઓમાં હીરા, મોતી અને ચાંદીની ઝવેરાતનો સમાવેશ થાય છે અને તેની કિંમત 1,350 કરોડ રૂપિયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, EDએ આ કિંમતી વસ્તુઓને પાછા લાવવા માટે હોંગકોંગના અધિકારીઓ સાથે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.